સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 જૂન 2022 (10:54 IST)

રાજ્યમાં અહીં મોડી રાત્રે પથ્થરમારો, પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા

violence
બોરસદમાં મોડી રાત્રે પત્થરમારો! પોલીસે 50 ટીયરગેસના છોડ્યા સેલ, 30 રબર બુલેટનું કર્યું ફાયર
 
આણંદના બોરસદમાંથી રાત્રે એક વાગ્યેની આસપાસપત્થરમારાની ઘટના બની. કહેવામાં આવી રહ્યુ છે કે શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પત્થરમારો  થયો. મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં શરૂ થયેલો પથ્થરમારો બે કલાક સુધી ચાલ્યો. પોલીસે ટોળા ઉપર કાબુ મેળવવા માટે 50 જેટલા ટિયર ગેસના સેલ અને 30 જેટલી રબર બુલેટથી ફાયરિંગ કર્યુ. આ પથ્થઅમારોમાં એક પોલીસ કર્મીને ઈજા પણ પહૉચી છે. 
 
બોરસદના હનુમાન મંદિર પાસે રાત્રે બે કોમ વચ્ચે વિવાદ થતા પત્થરમારો થયો. આ પત્થરમારો બે કલાક સુધી ચાલ્યો. પોલીસ ઘટના સ્થળે પહોચીને 50 ટિયર ગેસ અને 30 રબર બુલેટથી ફાયરિંગ કરી જે દરમ્યાન એક પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તે પોલીસ કર્મીને સારવાર માટે  ખસેડવામાં આવ્યો હતો.