ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (16:38 IST)

ગર્લફ્રેન્ડથી મળવા માટે પત્નીને ઘરમાં કરી બંધ, પછી થયું કંઇક આવું...

અમદાવાદમાં એક 40 વર્ષની મહિલાએ તેના પતિ વિરૂધ ઘરમાં બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, તેના પતિએ તેની ગર્લફ્રેન્ડથી મળવા માટે તેને ઘરમાં બંધ કરી દીધી હતી. મહિલા લગભગ એક કલાક સુધી બૂમાબુમ કર્યા બાદ ત્યાંથી પસાર થઇ રહેલા એક શખ્સે તાળું તોડીને તેને ઘરમાંથી બહાર નિકાળી હતી.
 
આ મામલો અમદાવાદના રાયપુર વિસ્તારનો છે. મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશન જઇને તેના પતિની સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા છોકરીઓની માતા છે. પોતાની એફઆઇઆરમાં પીડિતાએ કહ્યું કે, 16 વર્ષ પહેલા પરિવારની મરજીથી આરોપી સાથે તેના લગ્ન થયા હતા લગ્ન બાદથી જ અલગ-અલગ વાતોને લઇને તેની પજવણી કરવામાં આવી છે.
 
પત્નીનું ના સાંભળ્યું અને ઘરમાં જ પૂરી દીધી
રવિવાર સાંજે જ્યારે તેનો પતિ તૈયાર થઇ રહ્યો હતો ત્યારે મહિલાને તેની જાણ થઇ ગઇ હતી કે તે તેની ગર્લફ્રેન્ડને મળવા જઇ રહ્યો છે. જેની સાથે છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. ફરિયાદ કરતાનો આરોપ છે કે, આરોપીએ તેનું એક પણ વાસ સાંભળી નહીં અને તેને ઘરમાં પુરીને જતો રહ્યો હતો.
 
જ્યારે તે ઘરની બહાર આવી, મણિનગર સ્થિત ગર્લફ્રેન્ડના ઘરે ગઇ જ્યાં બંને સાથે જ હતા. ત્યારબાદ પીડિત પત્ની સવારે પહેલા મણિનગર પોલીસ સ્ટેશન પહોંચી જ્યાંથી તેને ખાડિયા પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી. મહિલાએ ઘરેલૂ હિંસાનો આરોપ લાગાવી કહ્યું કે તેના પતિના બીજી મહિલા સાથે સંબંધ છે અને તેનો વિરોધ કરવામાં પર પજવણી કરવામાં આવે છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.