સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (14:15 IST)

અનુસુસિત જાતિની યુવતીના લગ્નમાં ડીજે અને વરઘોડાને લઇને ડખો, 33 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

સાબરકાઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે સ્થાનિકો દ્રારા અનુસુસિત જાતિની યુવતીના લગ્ન પ્રસંગ દરમ્યાન જાનને ડીજે સાથે વધાવવાને લઇને વિરોધ સર્જાયો હતો. વિરોધના પગલે ડીજે નહી વગાડી શકાતા અને તેમનો વિરોધ કરાતા આખરે ચાર દીવસ બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ફરીયાદ તેંત્રીસ લોકો સામે ફરીયાદ નોંધાવી છે. તો બીજી તરફ ફરીયાદ બાદ અનુસુસિત જાતિના પરીવારના લોકો પરત ગામમાં ફરવાથી હાલ તો ડરી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે અનુસુસિત જાતિની યુવતીના ગત ચૌદમી ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. લગ્નને લઇને મહોલ્લામાં જ લગ્નની તૈયારીઓ કરાઇ હતી અને જાન આવી એ દીવસે જાનને ડીજે સાથે વધાવવા માટે તૈયારી પણ કરી લેવાઇ હતી પરંતુ ડીજે આવવાને લઇને સ્થાનિક લોકો એ પણ વિરોધ કર્યો હતો.  
 
ધાક ધમકીઓ આપી હતી કે જો ડીજે વગાડીને વરઘોડા સ્વરૂપે જાનને લઇ આવશો તો ગામમાં રહેવા દેવામાં નહી આવે તેવી ધમકીઓ આપી દીધી હતી. અને આમ હુમલા અને જીવના જોખમના ડરને કારણે આખરે ડીજે વગાડી શકાયુ નહોતુ તો બીજી તરફ સોશીયલ મીડીયામાં પણ પોસ્ટ કરીને આ મામલાનો સ્થાનિક લોકોએ અનુસુચીત જાતીનો વિરોધ કર્યો હતો. 
 
જોકે લગ્નના ત્રણેક દીવસ બાદ આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે તેંત્રીસ લોકો  સામે ફરીયાદ નોંધાવામાં આવી હતી.. જોકે હાલ પણ પીડતો પોતાના પરીવાર ને લઇને પરત ગામમાં ફરવાને લઇને ડરી રહ્યા છે. ગામના લોકો હવે પોતાના ઘરના તાળા પણ ખોલવા માટે જાણે કે ડરને લઇને તૈયાર નથી.
 
ઝાલાની મુવાડી ગામે મંગળવારે સાંજે પણ રાત્રી દરમ્યાન આગચંપી પણ કરવામાં આવી હતી. ફરીયાદી પક્ષના પશુઓના વાડામાં પણ પડેલા લાકડાના ઝથ્થાને સળગાવી મુકવામાં આવ્યો હતો. આમ ફરીયાદીના ઘર નજીક જ આગચંપીની ઘટનાને લઇને મામલો વધુ તંગ પરીસ્થિતી પર પહોંચ્યો હતો. ઘટનાને લઇને હવે પોલીસે પણ મોટા કાફલાને ખડકી દઇને ગામમાં શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કર્યો છે. પરંતુ જે પ્રકારે ધાક અને ધમકીઓ અનુસુચીત જાતીના લોકોને અપાઇ હતી જેને લઇને ગામમાં પગ મુકતા પણ પરીવારો ડરી રહ્યા છે અને હવે પોતાના આસપાસના ગામોમાં રહેતા સગાં સબંધીઓને ત્યાં રહીને દીવસો પસાર કરવાની શરુઆત કરી છે. 
 
તો આ દરમ્યાન પોલીસે પણ પંદર જેટલા શખ્શોની અટકાયત કરી હતી જેમાં એક નિવૃત્ત પીએસઆઇનો પણ સમાવેશ થાય છે. આ તમામ પંદર આરોપીઓ નહી હોવાને લઇને કલમ ૧૫૧ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ફરીયાદ મુજબના તમામ ૩૩ આરોપીઓ હજુ પણ ફરાર છે અને જેમને હવે પોલીસે જુદી જુદી ટીમો રચીને ઝડપી લેવા માટે તજવી જ હાથ ધરી છે.
 
એક તરફ ભય છે તો બીજી તરફ પોલીસ નો કાફલો પરંતુ આમ છતાં પીડીત પરીવારની સ્થિતી હજુ પણ અનિશ્વીત છે કારણ કે જે રીતે ધમકીઓ અપાઇ હતી કે ગામમાં રહેવા નહી દઇએ એ પ્રમાણે હવે ગામમાં પરત ફર્યા બાદ પણ જીવ તો પડીકે જ બંધાઇ રહે અને જેના કારણે ફરીયાદ કરવા ગયા બાદ હજુ આ ઘરના તાળા ખુલી શકતા નથી.