શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (10:29 IST)

આપણે પોતાના બેસ્ટ વર્ઝનને બીજા સામે પ્રદર્શિત કરવું જોઈએઃ લીના ગુપ્તા

ફિક્કી ફ્લો અમદાવાદ અધ્યક્ષ બબીતા જૈનની આગેવાનીમાં એક પ્રાયોગિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, Happy girls are the prettiest વિથ લીના ગુપ્તા. પરિવર્તિત લાઇફ કોચ લીના ગુપ્તા એક વેલનેસ કંપની વાઇબ્રન્ટ લિવિંગ વિથ લીના ના સ્થાપક છે. તેઓ આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી, TEDX સ્પીકર, ફિક્કી વુમન અચિવર એવોર્ડ 2018-19 ના રિસિવર છે. તેઓ પૂર્વ મિસ ઇન્ડિયા અમેરિકા અને બંને દેશોમાં સાંસ્કૃતિક રાજદૂત રહી ચૂક્યા છે. આ સેશનમાં મહિલાઓએ જાગૃતિ, આત્મવિશ્વાસ અને આત્મ-પ્રેમને વધારવા માટે પ્રાયોગિક તકનીકીઓ શીખી હતી.  લીના ગુપ્તાએ લાઈફ ગોલ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, "આપણે વર્તમાનમાં જીવવું જોઈએ અને પોતાના બેસ્ટ વર્ઝનને બીજા સામે પ્રદર્શિત કરવું જોઈએ. જો મહિલાઓ ખુશ થશે, તો તેઓ તેમના આખા કુટુંબને ખુશ રાખી શકશે. તેથી મહિલાઓએ આત્મ પ્રેમ અને વાસ્તવિક ખુશીનો અર્થ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખુશ અને સ્વસ્થ રહેવા માટે સ્ત્રીઓએ યોગ, ધ્યાન, કસરત અને તંદુરસ્ત દિનચર્યા આપનાવવી જોઈએ. "