મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (19:54 IST)

ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના 10 મા વર્ષની ઉજવણી કરવામાં આવી

ફિક્કી ફ્લો ચેર પર્સન બબીતા જૈનની આગેવાની હેઠળ ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા 27 સપ્ટેમ્બર 2019 ના રોજ અમદાવાદ ચેપ્ટરના 10 મા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે  IAS અંજુ શર્મા - ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ફિક્કી ફ્લોના રાષ્ટ્રીય અધ્યક્ષ હરજીન્દર કૌર તલવાર જોડાયા હતા.

હરજીન્દર કૌર તલવારે ચેર પર્સન બબીતા જૈન અને કમિટીના સભ્યોને અમદાવાદ ચેપ્ટરના 10 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે "હું અમદાવાદ ચેપ્ટર દ્વારા લેવામાં આવેલા આ વર્ષની તમામ પહેલ અને કામગીરીથી ખુશ છું" પેનલના સભ્યો કનિકા ટેકરીવાલ- સીઈઓ જેટસેટગો, અદિતિ શ્રીવાસ્તવ-  સીએફએ.કો ફાઉન્ડર,  પોકેટ એસીઈએસ, તૃપ્તિ સોની -, ડાયરેક્ટર આઈઆરએમ ઓફશોર એન્ડ મરીન એન્જિનિયર્સ તમન્ના ધમિજા -કો ફાઉન્ડર બેબી ડેસ્ટીનેશન નબોમિતા મજુમદાર -  સાથે  હાઉ વૂમન થોટ લીડર્સ આર શેપિંગ ધ ફ્યુચર, બિલ્ડિંગ ગ્લોબલ એન્ટરપ્રાઈઝ પર ચર્ચા કરવામાં આવી હતી.  આ ચર્ચામા મોડરેટર અર્ણિકા ઠાકુર -ડીઝિટલ એડીટર ફોર્ચ્યુન ઈન્ડિયા જોડાયા હતા. રૂમી દ્વારા સુફી કવિતાના રહસ્યવાદી ક્ષેત્ર અને શિવના તંત્ર સૂત્રોનું નિરૂપણ કરતી નૃત્યની રજૂઆત અને ડેન્સ્યુઝ ઝિયા નાથ  દ્વારા ભારત- પાર્સિયન સંસ્કૃતિ પર ડાન્સની પ્રસ્તુતિ  કરવામાં આવી હતી.