ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (18:11 IST)

મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બાઈક રેલી કાઢી

આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ગુજરાત કોગ્રેસ  દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડી થી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદર થી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.  યાત્રા પૂર્વે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ પ્રાર્થના મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગી કાર્યકરોને સવિનય ભંગ સાથે નિકળનારી ગાંધી સંદેશ યાત્રા વિશે માહિતિ આપી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ફ્લેગ ઓફ કરીને યાત્રાનો  પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ અમિત ચાવડાએ હેલ્મેટ પહેર્યા વિના ગાંધી ટોપી પહેરી બાઇક ચલાવી મોદી સરકાર દ્વારા લાગુ કરવામા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કર્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. યાત્રા 300થી વધારે કિમીનું અંતર પૂર્ણ કરી 2જી ઓકટોબરે અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચશે.