શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (12:14 IST)

AC કેબિનમાં બેસીને વહીવટ કરતાં અધિકારીઓને એક દિવસ માટે શૌચાલયની જવાબદારી સોંપાઈ

મોટેરા ખાતે 24 ફેબુ્રઆરીના રોજ આયોજીત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડશે.આ દિવસે હંમેશા એ.સી.કેબિનમાં બેસીને ફાઈલો ઉપર સહીઓ કરતા મ્યુનિ.ના અધિકારીઓને મોટેરા સ્ટેડીયમની અંદર અને બહાર એમ કુલ મળીને સો શૌચાલયોના સુપરવિઝનની એક દિવસ પુરતી જવાબદારી સોંપવામાં આવતા આદેશને પગલે મ્યુનિ.ના અધિકારીઓમાં કચવાટની લાગણી જોવા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટેરાના નવનિર્મિત સ્ટેડીયમની અંદરના ભાગમાં પચાસ જેટલા પુરૂષ અને મહીલાઓ માટેના શૌચાલયો બનાવાયા છે.આટલી જ સંખ્યામાં બહારના ભાગમાં પણ શૌચાલયો બનાવાયા છે.કયા તંત્રને કઈ કામગીરી સોંપવી એ અંગે થયેલા નિર્ણય મુજબ,મ્યુનિ.ના હેલ્થ વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને આ તમામ શૌચાલયોના સુપરવિઝનની જવાબદારી સોપાઈ છે.
સત્તાવારસૂત્રોના કહેવા અનુસાર,સ્ટેડીયમની અંદર અને બહાર આવેલા શૌચાલયોની સફાઈ માટેનો સેનેટરી સ્ટાફ તો મળી રહે.પરંતુ ખાસ કરાયેલા આદેશમાં એક પણ શૌચાલયમાં ગંદકી દેખાવી ન જોઈએ.વિદેશથી મોટી સંખ્યામાં મહેમાનો આવી રહ્યા છે.સાથે જ દેશભરની હસ્તીઓ પણ આવવાની છે.
આ સંજોગોમાં અમદાવાદ શહેરની પ્રતિષ્ઠા ન જોખમાય એ માટે મ્યુનિ.ના આ બે વિભાગના અધિકારીઓએ એક દિવસ પુરતી તમામ શૌચાલયોમાં યોગ્ય સફાઈ થઈ છે કે કેમ?જો ન થઈ હોય તો તાત્કાલિક પોતાની નજર સામે સેનેટરી સ્ટાફ પાસે શૌચાલયને સાફ કરાવવુ એ પ્રકારેના આદેશ કરાતા મ્યુનિ.અધિકારીઓ સોંપાયેલી જવાબદારી સામે સંકોચથી કચવાટ અનુભવી રહ્યા છે.
મોટેરા સ્ટેડીયમ ખાતે બુધવારે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક બોલાવાઈ હતી.આ બેઠકમાં તમામ અધિકારીઓને સ્પષ્ટ આદેશ કરાયો કે,જો જો વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર આધાર ન રાખતા એક લાખ લોકો ભેગા થવાના છે.એટલે જયાં અને જેટલુ પણ પાણી મંગાવવુ પડે એની વ્યવસ્થા અગાઉથી જ કરી લેજો.મ્યુનિ.ના અધિકારીના કહેવા પ્રમાણે રાતોરાત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉભુ કરાયુ છે પણ હજુ પાઈપલાઈન જોઈએ એટલી નંખાઈ નથી.