બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 ડિસેમ્બર 2021 (18:23 IST)

સિંહના પણ ટોળાં હોય!:અમરેલી જિલ્લામાં એક સાથે 17 સિંહ જોવા મળ્યા

ગુજરાતીમાં એક કહેવત છે કે સિંહના ટોળા ના હોય. પણ અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં હાલ આ કહેવતથી ઊલટું એક સિંહનું ટોળું જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રસ્તા પરથી પસાર થઈ રહેલા 17 સિંહના ટોળાનો એક વીડિયો વાઈરલ થયો છે. સૂત્રોના મતે આ વીડિયો ખાંભા-તુલશીશ્યામ રેન્જનો હોવાનું જાણવા મળ્યું છે.
 
જવલ્લેજ જોવા મળતું દ્રશ્ય જોવા મળ્યું
ગીર જંગલ વિસ્તારમાં સામાન્ય રીતે ચાર પાંચ સિંહનું ટોળું જોવા મળતું હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના વિસ્તારનો માનવામા આવી રહેલા વીડિયોમાં નાના મોટા 17 સિંહ જોવા મળી રહ્યા છે. ગીર જંગલમાં આ પ્રકારનું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતું હોય છે.
 
અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે.