ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 જુલાઈ 2019 (17:05 IST)

ગુજરાતમાં દારૂ બંધીનો ફજેતો બે વર્ષમાં અઢીસો કરોડથી વધુનો શરાબ પકડાયો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલીકરણના દાવા વચ્ચે પણ દારૂની રેલમછેલ થઇ રહી છે. રાજ્યમાં બે વર્ષમાં રાજ્યમાં દેશીદારૂ 15,40,454 લિટર, વિદેશી દારૂની 1,2959463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઇ છે. જેની કિંમત 2548082966 થયા છે. રાજ્યમાં બે વર્ષમાં 1,32,415 દેશી દારૂના કેસો, 29,989વિદેશી દારૂના કેસો નોંધાયા છે. આ કેસોમાં 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે. અમદાવાદમાં 10978 કેસો, ભરૂચમાં 10676 કેસો, પંચમહાલમાં 6900 કેસો નોંધાયા છે. વિદેશી દારૂના વેચાણના કેસોમાં સુરત પછી દાહોદમાં 2525 કેસો, ડાંગમાં 2399 કેસો, નવસારીમાં 2231 કેસો અને પંચમહાલમાં 1531 કેસો નોંધાયા છે. દારૂના કેસોમાં આરોપીઓ પકડવામાં સુરત પછી વડોદરામાં 19444, અમદાવાદમાં 13956, ભરૂચમાં 11814 અને નવસારીમાં 9177 આરોપીઓ પકડાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં 370, દાહોદ 300, સુરત 286, બનાસકાંઠા 199 અને ભરૂચમાં 193 આરોપીઓ પકડવાના બાકી છે.