સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 જુલાઈ 2019 (12:38 IST)

લગ્નજીવનમાં મુશ્કેલીઓ વચ્ચે મહિલાને મૌલવીની મદદ લેવું ભારે પડ્યું

'લોભિયાનું ધન ધુતારો ખાય' આ યુક્તિને સાબિત કરતો એક કિસ્સા નવસારીમાં સામે આવ્યો છે. જેમાં પોતાના પતિ સાથે લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવતા એક મહિલાને મૌલવીની મદદ લેવાનું ભારે પડ્યું છે. મૌલવીએ મહિલા પાસેથી લાખો રૂપિયા આપ્યા બાદ પણ કામ ન થતા છેતરાયાનું જણાતા અંતે મહિલા અને તેની માતાએ મૌલવીને માર માર્યો હતો. વલસાડમાં રહેતી જોલીના ચાંપાનેરી નામની એક મહિલાના લગ્ન જીવનમાં પતિ સાથે સતત અણબનાવ થતાં રહેતા હતા. લગ્ન જીવનના ગૂંચવાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે નવસારીમાં રહેતા ઇલિયાસ હજાત નામના મૌલવીની મદદ લીધી હતી. ઇલિયાસ મૌલવી મહિલાને ફરી તેનું લગ્નજીવન પાટા પર લાવવાની ખાતરી આપી હતી. બાદમાં મહિલાને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે લાખો રૂપિયા વસૂલી લીધા હતા. પરંતુ રૂપિયા આપવા છતાં મહિલાના તેના પતિ સાથેના સંબંધ સુધર્યા ન હતા. તેથી પોતાનુ કામ ન થતાં મહિલાએ મૌલવી પાસેથી પોતાના રૂપિયા પરત માંગતા મહિલા અને તેની માતા ઉપર હુમલો કરી દીધો હતો. પોતાના સ્વ બચાવમાં મહિલાએ તેની માતા સાથે મળીને મૌલવીની ધોલાઈ કરી હતી. સમગ્ર મામલો નવસારી ટાઉન પોલીસ મથકમાં પહોંચતા પોલીસે મહિલાની ફરિયાદ લઇ આગળની તપાસ શરૂ કરી છે.