બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (12:07 IST)

Liquor parties- સરકારી ઓફિસોમાં દારુની મહેફિલો?

કોણ કહેશે કે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂની એક ઘટના સામે આવી છે. ગુજરાતના મહિસાગરના વીરપુરના ડેભારી ગામમા સરકારી ઑફિસમાં દારૂની મહેફિલોની ઘટના સામે આવી છે. 
 
મહિસાગરના વીરપુરના ડેભારી ગામે સરાકરી ઓફિસમાં દારુની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા. તલાટી ઓફિસમાં અધિકારીઓ છે જેને જનતાની સેવા અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુરશી પર બેસાડવામાં આવ્યા છે. પરંતુ આ અધિકારીઓના દારુની મહેફિલના તમામ દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે તલાટી ઓફિસમાં આવીને પગ પર પગ ચઢાવીને દારુની મહેફિલ માણી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય કે તમે ઑફિસમાં કામ કરવા આવો છો કે દારુ પીવા, દારુબંધી હોવા છતાં બેફામ બનીને દારુ પીનારા તલાટી થોડી તો શરમ કરો.