શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 માર્ચ 2021 (09:24 IST)

ગુજરાતમાં ઉના અને કડી નગરપાલિકામાં ભાજપનો કબજો, જિલ્લા પંચાયતોની 25 અને તાલુકા પંચાયતોની 117 બેઠકો પર પણ ભાજપ બિનહરીફ

પાટીદાર મતદારો ધરાવતા જિલ્લાઓમાં પરિણામો અપસેટ સર્જી શકે છે
 
પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવો અને કિસાન આંદોલનની પણ અસર પરિણામો પર વર્તાઇ શકે છે
 
ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થવાનું છે. ત્યારે 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. બીજી તરફ  નગરપાલિકામાં ભાજપના 2555 ઉમેદવારો,કોંગ્રેસના 2247 ઉમેદવારો અને આપના 719 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. જિલ્લા પંચાયતમાં ભાજપના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો,આપના 304 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. તાલુકા પંચાયતમાં ભાજપના 4652 ઉમેદવારો,કોંગ્રેસના 4594 ઉમેદવારો, આપના 1067 ઉમેદવારો નુ ભાવિ ઇવીએમમાં કેદ છે.
સ્થાનિક ચૂંટણીઓમાં ગામડાઓમાં મતદાન સારુ રહ્યું હતું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું.
પાટીદાર મતદારો ધરાવતા જિલ્લાઓમાં પરિણામો અપસેટ સર્જી શકે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિબળોની જો વાત કરીએ તો, પાટીદાર મતદારો ધરાવતા જિલ્લાઓમાં પરિણામો અપસેટ સર્જી શકે છે અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયતના પરિણામો વિપરીત નોંધાઇ શકે છે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને સુરત મનપાના પરિણામો પણ મતદારો પર અસર કરે તો પરિણામ બદલાઇ શકે છે. આ સિવાય મોંઘવારી, પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવો અને કિસાન આંદોલનની પણ અસર પરિણામો પર વર્તાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ગામડાની ચૂંટણીમાં ગ્રામીણ મતદારોનો મિજાજ કેવો રહ્યો તે સવાલનો જવાબ બસ થોડા જ કલાકોમાં સામે આવી જશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015માં શું સ્થિતિ  હતી 
2015માં સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીના પરિણામની વાત કરીએ તો જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાં કોંગ્રેસને 595 અને ભાજપને 368 બેઠકો મળી હતી. જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. તો 81 નગરપાલિકાઓમાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કોંગ્રેસને 673 અને અન્યને 205 બેઠકો જ્યારે બીએસપીને 4 બેઠકો મળી હતી. આમ 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું.