શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2023 (16:38 IST)

લોકલ ફોર વોકલ: સાબરકાંઠાના ત્રણ મિત્રોએ ભેગા મળી ‘દુધારા’ નામથી લસ્સીની પ્રોડક્ટ બનાવી

સાબરકાંઠા જિલ્લાના ઈડરના કપોડાના ત્રણ મિત્રો વિપુલભાઈ ચિરાગભાઈ અને પુનિતભાઈએ “દુધારા” ના નામે લસ્સીની પ્રોડક્ટ બનાવી રજીસ્ટ્રેશન કરાવી પોતાની ફેમિલી મિલ્ક પ્રોડક્ટ એન્ડ ટ્રેડર્સ નામની નાની એક કંપનીની શરૂઆત કરી છે. જેમાં બોટલ પર વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત લખી લોકોને આત્મનિર્ભર બનવા પ્રેરણ આપી રહ્યા છે. 
વિપુલભાઈ જણાવે છે કે તેઓ ૨૦૦૨ થી નાના પાયે આઇસ્ક્રીમ વિતરણનો વ્યવસાય શરૂ કર્યો હતો. ૨૦૧૭ થી પોતાનું કંઈક કરવું છે તેવો વિચાર આવ્યો અને લસ્સી બનાવાનો નિર્ણય થયો તે બાબતે ખર્ચ રોકાણ વગેરે વિશે વિચારતા હતા. કોરોના લોકડાઉન સમયમાં વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતની હાકલ કરી હતી. આ હાકલને સ્વીકારી પોતાનું કંઈક કરીએ પોતાના નામે કંઈક કરીએ તેવો દ્રઢ સંકલ્પ કરી તેમણે લસ્સી બનાવવી ગુજરાતની જુદી-જુદી લેબોરેટરીમા તેમના લસ્સીના સેમ્પલ મોકલાવી તેના નમૂનાઓના ટેસ્ટિંગ કરાવ્યા અને ફૂડ એન્ડ ડ્રગ્સના તમામ રુલ્સ રેગ્યુલેશન ફોલો કરતા આ વસ્તુ આરોગ્યપ્રદ સ્વાદમાં સારી બની લોકો સુધી પહોંચે તેની શરૂઆત કરી છે. જેમાં દૂધારા” નામની સાથે આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલનું લખાણ છાપવામાં આવ્યું છે. 
દુધારાના બીજા પાર્ટનર ચિરાગભાઈ જણાવે છે કે, હાલમાં અમે અમારી આ પ્રોડક્ટમાં સારામાં સારી ગુણવત્તા આપી રહ્યા છીએ સાથે સ્વચ્છતા અને આરોગ્યની ગુણવત્તા જોડાઈ રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે. જેમાં અમને સાબરકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સનો પૂરેપૂરો સહયોગ અને માર્ગદર્શન છે. આ લસ્સીની બનાવટ માટે મહેસાણાની ભારત ડેરીમાંથી છ ફેટનું પેસ્યુરાઇઝ દૂધ મંગાવીને તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેથી લોકોને આરોગ્યપ્રદ પીણું પહોંચાડી શકાય. વધુમાં ચિરાગભાઇ જણાવે છે કે, ગુલાબનો ફ્લેવર લસ્સીમાં હતો. 
 
આ વર્ષે પ્રોડક્ટમાં નવો ફ્લેવર એડ કરીને જામફળનો સ્વાદ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. ઉનાળામાં તેમની આ પ્રોડક્ટની માંગ ધીમે ધીમે વધી રહી છે. હાલમાં તેઓ નવ લોકોને રોજગારી આપી રહ્યા છે અને લગ્ન પ્રસંગોએ લસ્સીના હોલસેલ ઓર્ડર મળી રહ્યા છે. ભવિષ્યમાં અમે સરકારી સહાય મેળવી આ વ્યવસાયને વધુ વિકસાવવા માંગીએ છીએ જેના માટે અમે જિલ્લા ઉધોગ કચેરીનો સંપર્ક કર્યો જેનો અમને પોઝિટીવ જવાબ મળ્યો છે. અમારા ઇડરીયા ગઢની જેમ જ આ લસ્સીને પણ અમે રાજ્યના ખુણે ખુણે પહોચાડી લોકોને સારુ આરોગ્યપ્રદ પીણુ આપવા માગીએ છીએ.