શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 ડિસેમ્બર 2021 (10:38 IST)

LRD-PSIની ભરતી પરીક્ષા મોકૂફ, 2 જિલ્લામાં શારીરિક કસોટી મોકૂફ, જલદી થશે નવી તારીખ

રાજયમાં LRD-PSIની ભરતી માટે શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થનારી હતી. પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદ LRD-PSI ની ભરતી વિલન બન્યો છે. રાજયના હવામાન વિભાગ દ્નારા કરવામાં આવેલા માવઠાની અસરને લઇને કેટલાક જિલ્લાઓમાં શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી. 
 
ત્યારે એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપતાં કહ્યું હતું કે કમોસમી વરસાદના કારણે  પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
 
દક્ષિણ ગુજરાતમાં બુધવારે વાતાવરણમાં પલટો સર્જાયો હતો. સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં મોડી રાતથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાંદેર, અડાજણ, ઉધના, વરાછા સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે, ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભરૂચના અંકલેશ્વર, નેત્રંગ, દહેજમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.
 
રાજ્યભરમાંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.