'મહા' વાવાઝોડાની અસર : ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ધીમી ધારે

Last Modified ગુરુવાર, 7 નવેમ્બર 2019 (12:12 IST)

મહા વાવાઝોડું
આજે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે હવે ત્રાટકવાનું નથી. આ સમાચારથી ગુજરાતીઓને મોટી રાહત તો મળી છે. પરંતુ આગામી 12 કલાકમાં રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવવાનો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 12 કલાકમાં મહા વાવાઝોડું ડીપ ડિપ્રેશન બની આગળ વધશે. જેના કારણે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિતનાં જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.એકાએક વાવાઝોડું નબળું પડી જવા સાથે ગઇકાલે આશ્ચર્યજનક રીતે દીવથી લઇને દ્વારકા સુધીનો દરિયો સાવ શાંત થઇ ગયો હતો. જેના કારણે વાવાઝોડા જેવી ઝંઝાવાતની અસર વર્તાઇ નહોતી. જોકે, રાજકોટ, અમરેલી, જામનગર જિલ્લામાં આજે બપોર બાદ અનેક સ્થળોએ ગાજવીજ અને પવન સાતે જોરદાર ઝાપટાથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. મહા વાવાઝોડાની અસર રહેવાને કારણે એનડીઆરએફની ટીમો સહિતનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટુ રહ્યું છે.ગઇકાલથી દીવ, સોમનાથ, દ્વારકાનાં દરિયાકાંઠા પર કોઇપણ પ્રવાસી કે સ્થાનિકોને જવાની મંજૂરી આપવામાં આવતી નથી. બધા માટે દરિયાકાંઠા બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.સાયક્લોન સ્ટોર્મ કે વાવાઝોડુ અને ડીપ્રેસન વગેરે શબ્દો એ તેની ગતી પર નિર્ધારિત છે. ટૂંકમાં આ કમોસમનો ભારે પવન સાથે વરસાદ લાવનારી હવામાનની એક સીસ્ટમ છે. ડીપ ડીપ્રેસનમાં 50થી 60 કિ.મી.ની ઝડપ વધુ ઘટીને 40થી 50 કિ.મી. થવાની એટલે કે તે ડીપ્રેસન થવાની શક્યતા છે. જે હવે ઓછુ નુક્સાન પહોંચાડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :