સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સૂરત. , શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (11:17 IST)

મૈત્રી પટેલ - ગુજરાતના ખેડૂતની પુત્રી બની દેશની સૌથી યુવાન કોર્મોશિયલ પાયલટ

ગુજરાતના એક ખેડૂતની પુત્રીએ દેશમાં સૌથી યુવા કોમર્શિયલ પાયલટ  (Yongest Commercial Pilot) બનવાનો ખિતાબ હાસિલ કર્યો છે. 19 વર્ષીય મૈત્રી પટેલ (Maitri Patel) એ અમેરિકાથી પાયલોટની ટ્રૈનિંગ મેળવીને ઇતિહાસ રચ્યો છે. મૈત્રીના પિતાનું નામ કાંતિ પટેલ છે. મૈત્રીએ 11 મહિનાની તાલીમ પછી કોમર્શિયલ પાયલોટ બનવાનું લાયસન્સ મેળવ્યું છે. 
 
મૈત્રી બાળપણથી જ પાયલોટ બનવા માંગતી હતી. તેણે 12 પાસ કર્યા બાદ પાયલોટ બનવાની તાલીમ લીધી છે. તેના પિતા ખેડૂત અને સુરત મ્યુનિસિપલ કોર્પિરેશનના કર્મચારી છે. મૈત્રીએ જણાવ્યુ - સામાન્ય રીતે આ તાલીમ પૂર્ણ કરવામાં 18 મહિનાનો સમય લાગે છે કારણ કે તમારે ચોક્કસ કલાકો સુધી ઉડાન ભરવાની જરૂર હોય છે. પરંતુ હું ભાગ્યશાળી છું કે મેં 11 મહિનામાં આ તાલીમ પૂરી કરી. તાલીમ પૂર્ણ થયા પછી, મેં મારા પિતાને ફોન કરીને અમેરિકા બોલાવ્યા અને પછી અમે 3500 ફૂટની ઊચાઈ પર  ઉડાન ભરી. આ મારા માટે સપનુ પુરૂ થવા જેવી ઘટના છે.