ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 નવેમ્બર 2023 (13:31 IST)

ગોધરા-દાહોદ હાઇવે પર મોટો અકસ્માત, 4નાં મોત

મરણચીસોથી ગુંજ્યો ગોધરા-દાહોદ હાઇવે - ગોધરા-દાહોદ હાઇવે પર અકસ્માત, બે બસોની ટક્કરમા 4નાં મોત 
 
ગોધરા તાલુકાના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદરી ગામે પાર્ક કરેલી બસને પાછળથી પૂરપાટ આવતી અન્ય બસે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 4 લોકોનાં મોત નિપજ્યાં હતા. તેમજ એક બે વર્ષનું બાળક અને એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેમને વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત 17 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેજવામાં આવ્યાં છે.ઈન્દોરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન માર્ગ ઉપરથી પસાર થતી અન્ય ખાનગી લકઝરી બસના ચાલકે માર્ગ ઉપર ઉભેલી લકઝરીને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.


ઉભેલી લકઝરી બસને ટક્કર માર્યા બાદ મુસાફરો ભરેલી લકઝરીના ચાલકે સ્ટિયરિંગનો કાબૂ ગુમાવતા લકઝરી બસ રોડની સાઈડમાં ઉતરી જતાં મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ડીવાયએસપી સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.