કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત
જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યએ સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ગોઝારી ઘટનામાં પિતા અને તેમના બે માસૂમ બાળક સહિત ત્રણ સભ્યના મોત થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક પરિવારના મુખ્ય સભ્ય લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીથી પીડિત હતા. મૃતક વ્યક્તિની લાંબી બીમારી અને તેની અસહ્ય પીડાથી પરિવારના અન્ય સભ્યો ખૂબ જ કંટાળી ગયા હોવાનું સામે આવ્યું છે. આ જીવલેણ બીમારી અને પીડાના ભારથી ત્રસ્ત થઈને મૃતક વ્યક્તિ પિતા મેરામણ ચેતરિયાએ સૌથી પહેલાં પોતાના બે બાળકોને, પાંચ વર્ષનો દીકરો માધવ અને ત્રણ વર્ષની દીકરી ખુશીને ઝેરી દવા પીવડાવી અને બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. ઝેરી દવાના કારણે ત્રણેય પિતા-સંતાનોનું મોત નિપજ્યું છે.