રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 નવેમ્બર 2019 (10:38 IST)

રામ મંદિરની બાધા પુરી થતાં 29 વર્ષ બાદ ગુજરાતના આ મંત્રીએ ખાધી મિઠાઇ

ગુજરાત સરકારમાં મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ 29 વર્ષ પહેલાં બાધા રાખી હતી કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો માર્ગ ખુશશે ત્યારબાદ જ તે મિઠાઇ ખાશે. અને હવે સુપ્રીમ કોર્ટનો આ અંગે ઐતિહાસિક ચુકાદો આવ્યા બાદ રવિવારે ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ 92 વર્ષીય ઓતાની માતા હાથે મિઠાઇનો ટુકડો ખાધો હતો. 
સોશિયમ મીડિયા પર પોતાનો ફોટો પોસ્ટ કરતાં ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ લખ્યું કે શુક્રવારે રામ જન્મભૂમિ મંદિર સંબંધિત હજારો વર્ષથી ચાલી રહેલા વિવાદનો ઐતિહાસિક ચુકાદો આવી ગયો છે. લાલકૃષ્ણ અડવાણીજીની યાત્રા વખતે મિઠાઇ ન ખાવાનો સંકલ્પ કર્યો હતો, તે માનતા પુરી થઇ ગઇ છે. આજે મારી 92 વર્ષીય માતા કમલાબાના હાથે 29 વર્ષ બાદ મિઠાઇ ખાઇ અને આર્શિવાદ લીધા. 
 
ભૂપેંદ્વ સિંહ ટ્વિટ કરીને જણાવ્યું કે શ્રીરામ મંદિર જગ્યાના વિવાદ અંગે નીચેથી સુપ્રીમ કોર્ટ સુધી તમામ કોર્ટોમાં કેસો ચાલ્યા. હિન્દુ ધર્મના માનવા પ્રમાણે આ જગ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે,એ વાતને આજે નામદાર સુપ્રીમકોર્ટે સમર્થન આપ્યું છે.નામદાર 5 ન્યાયાધીશોએ પણ એકમતીથી ચુકાદો આપીને દેશનું ગૌરવ વધાર્યું છે.
આ અંગે છેલ્લા 30-32 વર્ષ પહેલાનો સમય જોઇએ તો 1989માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં મંદિર બાંધવા જરૂરી રામશીલા ગામેગામથી પૂજન કરીને એકત્ર કરવા માટેનું જનજાગૃતિ અભિયાન શરૂ થયું હતું. ત્યારબાદ 1990માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ મંદિરની પૂજા કરીને રામ રથયાત્રાની શરૂઆત કરી હતી, જે યાત્રા સમગ્ર દેશમાં ફરી હતી. આ યાત્રા શરૂ થઇ અને તરત જ મેં મનોમન સંકલ્પ કર્યો કે અયોધ્યામાં રામ મંદિર બનશે પછી હું મીઠાઇ ખાઇશ. આ 29 વર્ષ દરમિયાન પિતાજીના શ્રાદ્ધમાં પણ કે કોઇ પ્રસંગમાં મિઠાઇ ખાધી નથી. મારો સંકલ્પ પુરો થયાનો મને અનહદ આનંદ છે. મેં 29 વર્ષ દરમિયાન આ અંગે ક્યાંય પણ પ્રચાર કે પ્રસિદ્ધ પણ કર્યા નથી. 
 
ગઇકાલના રામ જન્મભૂમિ મંદિર અંગેના સેંકડો વર્ષોથી ચાલતા વિવાદનો ઐતિહાસિક અને સુખદ ચુકાદો આવ્યો છે.અડવાણીજીની યાત્રા વખતથી મેં લીધેલી બાધા(મીઠાઈ ન ખાવાનો સંકલ્પ) પૂર્ણ થઇ. આજરોજ મારા પૂજ્ય માતૃશ્રી 92 વર્ષના કમળાબાના હસ્તે 29 વર્ષ બાદ મિઠાઈ ખાધી અને આશીર્વાદ મેળવ્યા.