સુરતમાં વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં મોડેલ તાન્યા ભવાનીસિંગે ગળાફાંસો ખાદ્યો
- વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સી આપઘાતનો બનાવ
- .28 વર્ષીય યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
- પ્રેમ પ્રકરણમાં આપઘાતની પગલું ભરી લીધું હોવાની આશંકા
સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સી આપઘાતનો બનાવ બન્યો હતો. તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એલિગન્સ રેસિડેન્સી ખાતે 28 વર્ષીય તાન્યા ભવાની સિંગ પરિવાર સાથે રહેતી હતી. તાન્યાના પિતા મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તાન્યાને અન્ય એક ભાઈ છે.28 વર્ષીય યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.
મૃતક યુવતી મોડલ તરીકે કામ કરતી હતી. હાલ મોડલના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં મોડલ તરીકે કામ કરતી હતી. ગત રોજ રાત્રે તાન્યા ઘરે લેટ આવી હતી. દરમિયાન મોડી રાતે તાન્યાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.હાલ તેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણમાં આપઘાતની પગલું ભરી લીધું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તાન્યાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે