રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ. , શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:28 IST)

મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર, આવતીકાલે જન્મદિવસ પર લેશે માતા હિરાબાના આશીર્વાદ

પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચશે. તેઓ આજે રાત્રે 9 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ સીધા રાજભવન પહોંચશે.  
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના રોજ પોતાના જન્મદિવસ પર ગુજરાતમાં હશે અને આ દિવસે 9.15 કલાકે કેવડિયા ખાતે નર્મદા નદી પર બાંધના નવનિર્મિત ગેટનુ ઉદ્દઘાટન કરશે. તેઓ સવારે પોતાના ભાઈના ઘરે જઈને માતાના આશીર્વાદ લઈ શકે છે. આ સાથે જ તેઓ સરદાર પટેલની વિરાટ પ્રતિમાના નિર્માણ કાર્યનુ પણ નિરીક્ષણ કરશે.  11.15 કલાકે ડભોઇ ખાતે જાહેર સભાને સંબોધશે. બપોરે 2.35 કલાકે અમરેલી જશે. સાંજે 5.35 કલાકે ભાવનગરથી દિલ્હી જશે.