બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (11:57 IST)

મોદીએ કેશુભાઈના ઘરે જઈને તેમના પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્રનું તાજેતરમાં અમેરિકામાં હાર્ટએટેકના લીઘે અવસાન થયું હતું. ત્યારે હાલમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ બુલેટ ટ્રેનનું ભૂમિ પૂજન કર્યા પહેલા કેશુભાઈના ઘરે જઈને તેમના પુત્રને ફૂલનો હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ કેશુભાઇ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.આ અગાઉ PM નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત કરીને દીકરાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.