પીએમ મોદી રથયાત્રા પછી આવશે ગુજરાત, ગુજરાતીઓને આપશે આ 3 અનોખી ભેટ
રથયાત્રા બાદ પીએમ મોદી આવી શકે છે ગુજરાતની મુલાકાતે , 1000 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ 3 મેગા પ્રોજેક્ટની ગુજરાતીઓને આપશે ભેટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રથયાત્રા પછી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે . તેઓ અમદાવાદના સાયન્સ સિટી ખાતે નવનિર્મિત વર્લ્ડક્લાસ એક્વેરિયમ , ગાંધીનગરની ફાઇવ સ્ટાર હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે . ત્રણેય પ્રોજેક્ટ અંદાજે 1000 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયા છે . જો કે તેમના પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે . આધુનિક રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલનું ઉદ્દઘાટન કરશે વડાપ્રધાનનો કાર્યક્રમ 12 મી જુલાઇએ યોજાનારી રથયાત્રા પછી બની રહ્યો છે .
વડાપ્રધાનનો કાર્યક્રમ 12મી જુલાઇએ યોજાનારી રથયાત્રા પછી બની રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સાયન્સ સિટીના કાર્યક્રમ ઉપરાંત નરેન્દ્ર મોદી ગાંધીનગરનું આધુનિક રેલવે સ્ટેશન અને તેના પર બની રહેલી ફાઇવસ્ટાર હોટલનું પણ ઉદ્દઘાટન કરશે. જણાવી દઇએ કે ગાંધીનગરનું રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલ પૂર્ણ થવા આવી છે. ગયા એપ્રિલ મહિનામાં આ બંને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ નરેન્દ્ર મોદી કરવાના હતાં પરંતુ કોરોના મહામારીના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે આ કાર્યક્રમ આ મહિને નિર્ધારિત કરવામાં આવ્યો છે