મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (20:55 IST)

મોહમંદ શમીને 6.25 કરોડમાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

મોહમ્મદ શમીને તેની નવી IPL ટીમ મળી છે. મોહમ્મદ શમી IPL 2022માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળશે, આ પહેલા તે પંજાબ કિંગ્સ તરફથી રમતો હતો. ગુજરાત ટાઇટન્સની ટીમે 6.25 કરોડની બોલી લગાવીને મોહમ્મદ શમીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સ ઉપરાંત અન્ય ઘણી ટીમોએ પણ મોહમ્મદ શમી પર બોલી લગાવી હતી, પરંતુ હવે તે ઊંચી કિંમતને કારણે ગુજરાતની ટીમનો ભાગ બનશે.
 
મોહમ્મદ શમી વિશે પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે તેની બેઝ પ્રાઈસ કરતા ઘણી વધારે કિંમતે વેચશે. અને એવું જ થયું. આ પહેલા મોહમ્મદ શમી પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો હતો, તેણે આઈપીએલ 2021માં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે પછી પણ તેને પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો અને તેને મેગા ઓક્શનમાં આવવું પડ્યું.
 
મોહમ્મદ શમીએ આઈપીએલમાં અત્યાર સુધી 79 મેચ રમી છે, જે દરમિયાન તેણે માત્ર 79 વિકેટ લીધી છે. મોહમ્મદ શમી 30.40ની એવરેજ અને આઠથી વધુની એવરેજથી વિકેટ લેવા માટે જાણીતો છે. આ વખતે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી, પરંતુ પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે તે તેનાથી ઘણી વધારે કિંમતે વેચશે. શમી હાલમાં ભારતીય ટીમના મુખ્ય બોલરોમાંથી એક છે.