મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. મોરબી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 11 નવેમ્બર 2022 (12:02 IST)

મોરબીમાં પિતાએ અજાણ્યા યુવક સાથે વાતચીત મુદ્દે ઠપકો દેતા 16 વર્ષની દીકરીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબીના ગુગણ ગામમાં પિતાએ પિતાએ અજાણ્યા યુવક સાથે વાતચીત મુદ્દે ઠપકો દેતા પુત્રીએ આપઘાત કરી લીધાનો બનાવ બહાર આવ્યો હતો. આ બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના ગુગણ ગામમાં રહેતા દિનેશભાઈ ઘોઘાભાઈ સાતોલા નામની 16 વર્ષની સગીર પુત્રી આરતીબેન આજથી આઠેક દિવસ પહેલા કોઇ અજાણ્યા છોકરા સાથે ઉભી હોવાથી પિતાએ અજાણ્યાં લોકો સાથે વાતચીત ન કરવા ઠપકો આપતા તેને મનોમન લાગી આવ્યું હતું. અને પોતાના ઘરમાં જ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં પ્રથમ તેને પ્રથમ મોરબી આયુષ હોસ્પિટલમા સારવારમા ખસેડી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી.​​​​​​​રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા દાખલ કરવામાં આવી જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.