શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 જૂન 2021 (16:48 IST)

અમદાવાદમાં મોનોક્લોનલ એન્ટીબૉડીઝકોકટેઈલ થેરાપી, આ થેરાપીનો સૌ પ્રથમ કર્યો ઉપયોગ

તા.31 મેના રોજ સિમ્સ હોસ્પિટલે કોવિડ-19ની સારવારમાં મોનોક્લોનલ એન્ટીબૉડીઝ કોકટેઈલ થેરાપીનો ઉપયોગ કર્યો હતો. સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં આ પ્રકારની થેરાપીનો ઉપયોગ કરનાર પ્રથમ હોસ્પિટલ્સમાં સમાવેશ થયો છે. સિમ્સ હોસ્પિટલના ચેપી રોગ વિભાગના હેડ ડો. સુરભી મદન જણાવે છે કે “કોવિડ-19ના માઈલ્ડ દર્દીઓ માટે મોનોક્લોનલ એન્ટીબૉડીઝ કોકટેઈલ સારવારનો પ્રારંભ હજુ ગયા અઠવાડિયે જ શરૂ થયો છે. 38 વર્ષના ડાયાબિટીસ ધરાવતા પુરૂષ દર્દીમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને કેસીરીવિમેબ અને ઈમેડીવિમેબની મોનોક્લોનલ એન્ટીબૉડીઝ કોકટેઈલ સારવાર આપવામાં આવી છે. અમદાવાદમાં અમારી હોસ્પિટલે પ્રથમ વખત આ સારવાર શરૂ કરી છે.”
 
ડો. મદનના જણાવ્યા પ્રમાણે કોકટેઈલ સારવારની ભલામણ ભારે જોખમ ધરાવતા દર્દીઓ માટે કોવિડ-19નો ચેપ લાગ્યાના શરૂઆતના જ તબક્કામાં કરવામાં આવે છે. વર્ષ 2020માં આવી સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને આપવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “અમે જે દર્દીને કોમ્બીનેશન મેડિકેશનથી આ સારવાર કરી છે તે દર્દી ડાયાબિટીસ ધરાવતો હતો અને તેથી તે ભારે જોખમ ધરાવતા જૂથમાં સમાવેશ પામતો હતો. કોરોનાની બીજી લહેર દરમ્યાન યુવાન પુરૂષોમાં મૃત્યુનો ઉંચો દર રહેવાથી તબીબી આલમ ભારે ચિંતા અનુભવી રહી છે. આ સારવાર કોવિડ-19ના જે દર્દીઓ હાયપોક્સીયા સાથે મધ્યમ અથવા તો તિવ્ર રોગ ધરાવતા હોય તેમના માટે ભલામણ કરવામાં આવતી નથી.”
 
સિમ્સ હોસ્પિટલની કોવિડ-કેર ટીમના જણાવ્યા મુજબ મોનોક્લોનલ એન્ટીબૉડીઝ કોકટેઈલ સારવાર કોવડ-19નો ચેપ લાગ્યાના શરૂઆતના તબક્કામાં ખૂબ જ અથવા તો હળવા કોવિડ-19ના લક્ષણો ધરાવતા તથા ઓક્સિજનની જરૂરિયાત નહીં ધરાવતા અને ભારે જોખમ ધરાવતા જૂથના દર્દીઓને આપવામાં આવે છે. આ કોમ્બીનેશન ડ્રગનો ઉદ્દેશ SARS-CoV-2 નો શરીરના કોષોમાં થતો પ્રવેશ રોકવા માટે કરવામાં આવે છે. જો તેમાં વધારો થાય તો મધ્યમ અને તિવ્ર કોવિડ-19 ધરાવતા દર્દીઓને ચેપ વકરવાનો ભય રહે છે તેવું આ ટીમે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું.
 
હાઈ-રિસ્ક પેટા જૂથોમાં 60થી વધુની વય ધરાવતા દર્દીઓ, કિડનીના ગંભીર ધરાવતા દર્દીઓ, ફેફસાંના રોગ તથા લિવરના રોગ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર વગેરેના દર્દીઓનો સમાવેશ થાય છે. આ ટીમે વધુમાં જણાવ્યુ હતું કે આવા દર્દીઓમાં તિવ્ર પ્રકારનો કોવિડ-19 વિકસવાનો ભય રહે છે, પરંતુ તેમનામાં ચેપનો શરૂઆતનો તબક્કો હોય છે અને શરૂઆતના લક્ષણો આ પ્રકારની સારવાર માટે ઉત્તમ ગણવામાં આવે છે.
 
કોવિડ કેર ટીમ ખાસ કરીને સિમ્સના મેનેજમેન્ટની આભારી છે, કારણ કે સંસ્થાએ અમદાવાદમાં કેસીરીવિમેબ અને ઈમેડીવિમેબની મોનોક્લોનલ એન્ટીબૉડીઝ કોકટેલની સુવિધા પૂરી પાડવામાં પાયોનિયર બનવાની તક પૂરી પાડી હતી. સિમ્સ હોસ્પિટલ કોવિડ કેર ટ્રીટમેન્ટમાં મોખરે રહ્યું છે અને 5,000થી વધુ કોવિડ-19ના દર્દીઓને સારવાર પૂરી પાડી છે. આ સારવારમાં ખૂબ ઉંચો સક્સેસ રેટ હાંસલ કરીને કોવિડ કેરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ બની છે.