બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 મે 2018 (11:31 IST)

થોડાક જ દિવસમાં ગુજરાતને ગરમીથી મળશે મુક્તિ...જલ્દી આવશે વરસાદ

દેશમાં ચોમાસાનુ આગમન થઈ ગયુ છે.  હવામાન વિભાગ મુજબ આ વર્ષે કેરળમાં ત્રણ દિવસ પહેલા જ મોનસૂન આવી ગયુ.  સોમવારે એક ખાનગી ચેનલ મુજબ દક્ષિણ પશ્ચિમ મોનસૂન કેરલમાં હાજરી આપી ચુક્યુ છે  આ સાથે જ દક્ષિણ પશ્ચિમમાં મોનસૂન શરૂ થઈ ગયો છે. 
 
ગુજરાતમાં પણ લોકો અસહ્ય ગરમીથી ત્રાસી ગયા છે.  સવારે 8 વાગ્યાથી જ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. પણ હવે આપ સૌને માટે ઠંડક આપનારા સમાચાર છે.  હવામાન વિભાગ મુજબ 14-15 જૂને મેઘરાજાની એન્ટ્રી થઈ જશે અને અંગ દઝાડતી ગરમીથી ત્રાસી ગયેલા લોકોને ગરમીથી રાહત મળશે.