મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 મે 2018 (11:24 IST)

દાહોદમાંથી ઝડપાયા રદ થયેલી 500 અને 1000ની નોટો, પોલીસે 14.80 લાખની આ નોટો સાથે બે યુવકોની ધરપકડ કરી

દાહોદમાંથી ઝડપાયા રદ થયેલી 500 અને 1000ની નોટો, પોલીસે 14.80 લાખની આ નોટો સાથે બે યુવકોની ધરપકડ કરી
દાહોદ શહેરમાં યુવક રદ્દ થઇ ગયેલી 1000 અને 500ના દરની નોટો લઇને ફરતો હોવાની બાતમી આર.આર સેલના પીએસઆઇ એ.એ ચૌધરીને મળી હતી. તેના આધારે સાંજના સમયે તાલુકા પ્રાથમિક શાળા પાસે વોચ ગોઠવતાં જ્યુપીટર મોપેડ લઇને આવેલા બાવકા ગામના નવાપુરા ફળિયાનો મૂળ વતની અને હાલ દાહોદ શહેરની જીવનદીપ સોસાયટીમાં રહેતાં હેમંતકુમાર દીપસિંહ ગોહિલને શંકાના આધારે રોકવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જ્યુપીટરની ડેકીમાંથી પોલીસે  1000ના દરની 885 અને 500ના દરની 1190 નોટો મળી આવી હતી. 1000ની 885000 અને 500ની 59500 રૂપિયા મળીને કુલ 14.80 લાખ રૂપિયાની નોટો કબજે લેવામાં આવી હતી. નોટો ક્યાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતાં તે અભલોડ ગામના ધોળાદાંતા ફળિયામાં રહેતાં નવલસિંહ સોમજી ભાભોર અને અભલોડના જ લીંબુ ફળિયામાં રહેતાં રમેશ મગન પરમારે આપી હોવાનું જણાવ્યું હતું. જેથી આર.આર સેલે દાહોદ એલસીબીની મદદ લઇને આ બંને યુવકોની પણ ધરપકડ કરી હતી.  નોટો સાથે જ્યુપીટર મોપેડ અને ત્રણ મોબાઇલ કબજે લેવામાં આવ્યા હતાં. આર.આર સેલ દ્વારા ત્રણે યુવકો અને નોટો ને શહેર પોલીસે ને સોંપી દેતાં શહેર પોલીસે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.