મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સૂરત. , સોમવાર, 28 મે 2018 (10:36 IST)

ગુજરાતમાંથી 77.89 પેટ્રોલ ખરીદીને મહારાષ્ટ્રમાં 86.24માં વેચી રહ્યા છે માફિયા

ગુજરાતના મુકાબલે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 8 રૂપિયા મોંઘુ છે. તેથી મહરાષ્ટ્રના સીમાવર્તી ગામમાં નાની-નાની દુકાનો પર ગેરકાયદેસર રીતે પેટ્રોલનુ ધડલ્લેથી વેચાણ થઈ રહ્યુ છે. દુકાનવાળા ખતરનાક ઢંગથી પેટ્રોલનુ વહન કરે છે. પ્લાસ્ટિકના ડબ્બામાં ધડલ્લેથી ભરવામાં આવી રહ્યુ છે પેટ્રોલ 
 
ગુજરાતમાં પેટ્રોલ 75 રૂપિયા લીટર છે. જે મહારાષ્ટ્રની તુલનામાં 8.48 રૂપિયા સસ્તુ છે. ગુજરાતમાંથી પેટ્રોલ ખરીદવા પર સીધા 8 થી 10 રૂપિયાનો ફાયદો થાય છે.  ગેરકાયેદસ્ર વેચાણને કારણે મહારાષ્ટ્રના પેટ્રોલ પંપ પર રોજ બે હજાર લીટર પેટ્રોલનુ વેચાણ ઓછુ થાય છે. ગુજરાતના પેટ્રોલ પંપ માલિકોની કમાણી બમણી થઈ ગઈ છે. નંદૂરબાર જીલ્લાના ગ્રામીણ વિસ્તારથી ગાડી સાથે પ્લાસ્ટિકના ડબ્બા લઈને આવનારાઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. 
 
સરકારની મજબૂરીનુ ગણિત 
 
પેટ્રોલ ડીઝલ કુલ ખપત 1910 કરોડ લીટર 
ગુજરાત સરકારની આવક (2017-18)Rs.18000 કરોડ 
પેટ્રોલ-ડીઝલની કુલ ખપત 
17000 કરોડ લીટર 
ભારત સરકારની આવક  (2017-18)
 
દોઢ વર્ષથી પેટ્રોલનુ વેચાણ ઘટ્યુ 
 
દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાં પેટ્રોલનું વેચાણ ઓછુ થઈ ગયુ છે. પહેલા 6 રૂપિયાનું અંતર હતુ. હવે એક લીટર પર સાઢા આઠ રૂપિયાનો ફરક થઈ ગયો છે.- પેટ્રોલ પંપ માલિક, નવાપુર. 
 
મહારાષ્ટ્ર પેટ્રોલ પંપ માલિકોને નુકશાન 
 
મોટર સાઈકલના સાઈલેંસર પર 30 લીટરના પ્લાસ્ટિકના ડબ્બા મુકીને ગાડી ચલાવે છે.  લારીવાળા રસ્તા પર ગેરકાયદેસર રીતે પેટ્રોલ વેચે છે. ગુજરાતમાં લારીવાળા પ્લાસ્ટિકના ડબ્બા અને ડ્રમમાં પેટ્રોલ ભરાવીને ઊંચી કિમંત પર વેચી રહ્યા છે.  જેનાથી મહારાષ્ટ્રના પેટ્રોલ પંપના માલિકોને મોટુ નુકશાન થઈ રહ્યુ છે.