મોરારી બાપૂની 863મી રામકથા 31 જુલાઇએ અમરકંટકમાં સીમિત શ્રોતાઓ સાથે શરૂ થશે

morari bapu
Last Modified શુક્રવાર, 30 જુલાઈ 2021 (10:53 IST)
નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં 31 જુલાઇથી 8 ઓગસ્ટ, 2021 સુધી પૂજ્ય મોરારી બાપૂની 863માં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં અગાઉની કથાઓની માફક જ આ કથામાં પણ સીમિત શ્રોતાઓને કથા સ્થળ ઉપર આવવાની મંજૂરી છે.

બાપૂનો વિનમ્ર અનુગ્રહ પૂર્વક આદેશ છે કે માત્ર યજમાન અને આયોજક દ્વારા પહેલેથી આમંત્રિત શ્રોતાઓ જ કથા સ્થળમાં પ્રવેશ કરે. એક તરફ કોરોનાનું જોખમ હજી દૂર થયું નથી અને બીજી તરફ અમરકંટક સ્થાન ઘણું દુર્ગમ હોવાને કારણે વધુ લોકોની વ્યવસ્થા કરવી મૂશ્કેલ છે. આથી આયોજક અને યજમાન પરિવારને કોઇપણ વ્યક્તિ કથામાં ઉપસ્થિત રહેવા આગ્રહ ન કરે અને ત્યાં આવીને અમને ના કહેવા મજબૂર ન કરે.

ના કહેવું અમારા સ્વભાવથી વિપરીત છે અને કોઇ જબરદસ્તી આવે તો તેમને ના કહેવામાં અમને વધુ તકલીફ થાય છે. રામકથા આપણા બધા માટે છે. તેનો આનંદ ઘરે બેઠાં આસ્થા અને યુટ્યુબ ચેનલ ઉપર લઇ શકાય છે. કથામાં ઉપસ્થિત રહેવું એટલું આવશ્યક નથી, જેટલું કથામાં હોવું જરૂરી છે. આથી તમે ઘરે બેઠા પણ પ્રવેશ કરી શકો છો.


આ પણ વાંચો :