શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જુલાઈ 2021 (09:52 IST)

PMના ફોટોવાળી થેલી મુદ્દે રાજકારણ-ગરીબોને અનાજના બદલે કમળ છાપ થેલી અપાઇ - પરેશ ધાનાણી

રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયું છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે ટ્વીટ કર્યુ... 
 
""સાહેબ, હવે શરમ કરો"" 
 
પચ્ચીસ પચ્ચીસ વર્ષ પેટી ભર્યાની હવે "પીડા" સૌ કોઈ ને થાય છે.., 
 
ભૂખ્યાને "અન્નનાં અધિકાર" ઉપર કમળ છાપ ઠેલીનો ભાર લદાય છે.!
 
રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પર પ્રહાર કરતાં પરેશ ધાનાણીએ કહ્યુ કે ભાજપના સશનમાં ગુજરાતમાં અધોગતિનું રાજ ચાલે છે. ગુજરાતમાં ગરીબી હટાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ગરીબોને દુર કરી રહી છે. જ્યારે જરૂરીયાત છે ત્યારે સસ્તા અનાજની દુકાનોએથી અનાજનું વિતરણ બંધ કરવામાં આવ્યું.
 
ગરીબોને પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત ખાલી થેલીઓ વિતરણ કરવામાં આવી રાજકોટના આજીડેમ નજીક એક દુકાને લોકોને ખાલી થેલીઓ આપવામાં આવી. પરેશ ધાનાણીએ ઉમેર્યુ કે મંદી મોંઘવારી અને બે રોજગારી વચ્ચે લોકો ઝોલા ખાઇ રહ્યા છે. લોકોને રોજગાર મળતો નથી અને તેઓ રોજી રોટી માટે ભટકી રહ્યા છે. 
 
સરકાર ગરીબી તો દુર કરી શકી નથી પણ ગરીબીનો દર ઘટ્યો હોવાનુ દર્શાવવા માટે બીપીએલના કાર્ડ દુર કરવામાં આવ્યા છે આજે સસ્તા અનાજની દુકાને લોકોને પુરતુ અનાજ અને કેરોસીન મળતુ નથી નકલી ફીંગર પ્રીન્ટથી ભાજપના રાજમાં કાળાબજારી બેફામ બની ગરીબના મુખેથી કોળીયો છીનવી રહ્યા છે. 
 
સરકારી ગોડાઉનમાં અનાજ સડી રહ્યુ છે. બીજી તરફ લાખો ભુખ્યા બાળકોએ કુ પોષણનો ભોગ બનવુ પડે છે. સરકાર સસ્તા અનાજની દુકાનેથી તેલ ખાંડ અને રાશન આપવામાં નિષ્ફળ રહી છે. અને બીજી તરફ ગરીબના સ્વાભીમાન પર વજ્ર ઘાત કરવાનું કામ સતા પર બેઠેલા લોકો દ્વારા ગરીબોને અનાજ આપવાના બદલે કમળછાપ ખાલી થેલીઓ અપાઇ કરાઇ રહ્યુ છે.