1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 4 જુલાઈ 2024 (12:44 IST)

ગુજરાત યુનિવર્સિટીમાં UGનાં બે રાઉન્ડ બાદ પણ 45 હજારથી વધુ બેઠક ખાલી

ahmedabad university
ગુજરાત યુનિવર્સિટીમાં UGનાં બે રાઉન્ડ બાદ પણ 45 હજારથી વધુ બેઠક ખાલી રહી છે. જેમાં બે રાઉન્ડમાં ગુજરાત યુનિ.માં માત્ર 17,810 બેઠક ભરાઈ છે. ઓફલાઇન રાઉન્ડ માટે આજથી વિદ્યાર્થીઓે કોલેજમાં જઈ ડોક્યુમેન્ટ્સ આપી શકશે. તથા પ્રથમ રાઉન્ડમાં જ 55 હજાર જેટલા વિદ્યાર્થીઓનો મેરિટમા સમાવાયા હોવાનો દાવો હતો.ગુજરાતના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને કેટલાક વય નિવૃત્ત અધિકારીઓ દ્વારા મોટા ઉપાડે લાગુ કરાયેલ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS) સદંતર ‘નાપાસ’ થયું હોવાના આક્ષેપ થયા છે. સેન્ટ્રલાઇઝડ પ્રવેશના બે રાઉન્ડમાં પૂરતી સફળતા ન મળતા આખરે ઓફલાઈન રાઉન્ડ પર આવવુ પડયું છે.

ગુજરાત યુનિવર્સિટીમાં બે રાઉન્ડના અંતે માત્ર 17,810 બેઠક જ ભરાઈ છે, જેની સામે 45 હજાર કરતાં વધુ બેઠક હજુ ખાલી પડી છે. પ્રથમ રાઉન્ડમાં જ 55 હજાર જેટલા વિદ્યાર્થીઓનો મેરિટમા સમાવાયા હોવાનો દાવો થયો હતો. જોકે હવે ખાલી પડેલી બેઠક અને પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ આજથી કોલેજમાં જઈ અરજી આપી શકશે. આ દરમિયાન કોલેજોમા અત્યાર સુધી જે કટઓફ રહ્યુ હોય એનાથી ઊંચુ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓએ એ જ સમયે પ્રવેશ આપી દેવાશે. પરંતુ જેઓનું ઓછુ મેરિટ હશે તેવા વિદ્યાર્થીઓની અરજી સ્વીકારી 7મી જુલાઈના રોજ આવેલ અરજીના આધારે મેરિટ તૈયાર કરી પ્રવેશ અપાશે.અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન જ કરાવ્યુ ન હોય તેવા વિદ્યાર્થીઓએ 4થી 6 જુલાઈ દરમિયાન જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેની વેબસાઇટ પર 4 જુલાઈના રોજ કોલજની કેટેગરી, વિષય મુજબ ખાલી બેઠકની વિગતો જાહેર કરાશે. યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ ખાલી બેઠકો પર કટઓફથી વધુ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં રજિસ્ટ્રેશન ફોર્મ, માર્કશીટ, કેટેગરી પ્રમાણપત્રો તથા જરૂરી ફી સાથે જઈ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ કોલેજમાં જઈને રજિસ્ટ્રેશન ફોર્મ, માર્કશીટની નકલ, કેટેગરી પ્રમાણપત્રોની નકલ જમા કરવાની રહેશે. 10મી જુલાઈ સુધીમાં પ્રવેશની વિગત યુનિવર્સિટીને મોકલવાની રહેશે.