શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 મે 2023 (17:56 IST)

વિદેશના કોઈપણ ખૂણે બેઠા બેઠા ગુજરાત યુનિવર્સિટીના 6થી વધુ કોર્ષ ભણી શકાશે

ahmedabad university
આગામી પહેલી જૂનથી ઓનલાઈન કોર્ષમાં અલગ અલગ 6 કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાશે
 
BA, MA, BCOM, MCOM, MSC મેથેમેટિક્સ, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિતના કોર્ષ ભણાવાશે
 
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગયા વર્ષે ઓનલાઈન કોર્ષની જાહેરાત કરાઈ હતી. હવે આ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થશે. આગામી પહેલી જૂનથી ઓનલાઈન કોર્ષમાં અલગ અલગ 6 કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ કોર્ષ શરૂ કરનાર ગુજરાત યુનિવર્સિટી પશ્ચિમ ભારતની પ્રથમ યુનિવર્સિટી હશે.વિદ્યાર્થીઓ વિશ્વના કોઈપણ ખૂણે બેઠા-બેઠા ગુજરાત યુનિવર્સિટીનાં કોર્ષ ઓનલાઇન ભણી શકશે. આ કોર્ષમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ ઓનલાઇન જ રહેશે. જેમાં ઉંમરની કોઈપણ મર્યાદા રાખવામાં આવી નથી. જેથી કોઈપણ વયના વ્યક્તિ આ કોર્ષ ભણી શકશે. 
 
30થી વધુ સર્ટિફિકેટ કોર્ષ ભણાવવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીમાં હવેથી BA, MA, BCOM, MCOM, MSC મેથેમેટિક્સ, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિતના કોર્ષ ઓનલાઇન ભણાવવામાં આવશે. આ ઉપરાંત 25થી વધારે ડિપ્લોમા કોર્ષ અને 30થી વધુ સર્ટિફિકેટ કોર્ષ ભણાવવામાં આવશે. આ કોર્ષમાં વિદ્યાર્થી વિશ્વના કોઈ પણ ખૂણેથી બેઠા-બેઠા ભણી શકશે.
​આ અંગે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ મીડિયાને જણાવ્યું હતું કે, જાહેરાત અગાઉ કરવામાં આવી હતી પરંતુ, મીડ સેમેસ્ટરના કારણે પ્રવેશ અટકી ગયો હતો. ટૂંક સમયમાં રૂપરેખા જાહેર કરીને એડમિશન ફોર્મ મુકવામાં આવશે. 1 જૂન પહેલા જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે ઓનલાઇન ભણાવવામાં આવશે.