1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated: સોમવાર, 22 મે 2023 (15:58 IST)

IPL 2023: RCB ની હાર પછી ફેંસ એ શુભમન ગિલની બહેનને આપી ગાળો, પછી તૂટ્યુ કોહલીનુ ખિતાબ જીતવાનુ સપનુ

Fans Abused Shubman Gill on Social Media After RCB'S Defeat Against Gujarat Titans: ગઈકાલે રાત્રે શુભમન ગિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું IPL ટ્રોફી જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. ખરેખર, IPL 2023ની છેલ્લી લીગ મેચ પહેલા મુંબઈએ હૈદરાબાદને હરાવ્યું હતું. હવે પ્લેઓફમાં પહોંચવા માટે બેંગ્લોરે કોઈપણ ભોગે ગુજરાત સામેની મેચ જીતવાની હતી, પરંતુ તેઓ તેમ કરી શક્યા ન હતા અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.


 
આરસીબી સામે ગુજરાતની જીતનો હીરો શુભમન ગિલ રહ્યો હતો. ગિલે માત્ર 52 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા અને ફરી એકવાર વિરાટ કોહલીનું ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું. આરસીબીની આ હાર બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર શુભમન ગિલને ગાળો આપી હતી.