બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (09:38 IST)

અમદાવાદના નિકોલમાં ચાર વર્ષના પોઝિટિવ પુત્રને લઈને માતા ન્યૂ ઝિલેન્ડ જતી રહી, મહિલા સામે પોલીસ ફરિયાદ

નિકોલમાં 4 વર્ષના કોરોના પોઝિટિવ બાળકને તેની માતા 14 દિવસ હોમ આઇસોલેશનમાં રાખવાના બદલે ન્યૂ ઝિલેન્ડમાં રહેતા પતિ પાસે જતી રહી છે. હોમ આઇસોલેશનમાં નહીં રહી જાહેર જનતાના આરોગ્યને જોખમમાં મૂકનાર બાળકની માતા વિરુદ્ધ નિકોલ અર્બન હેલ્થ સેન્ટરના તબીબે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.નિકોલ અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. શેફાલી પટેલે નોંધાવેલી ફરિયાદમાં વિશ્વ રેસિડેન્સીમા 12/1માં રહેતા હિરલબેન પીયૂષભાઈ ડુંગરાણી તેમના 4 વર્ષના દીકરાનો 23 ડિસેમ્બરના રોજ સનફ્લાવર લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટમાં 4 વર્ષના બાળકને પોઝિટિવ બતાવ્યો હતો. આથી કોરોના પોઝિટિવ બાળકને 14 દિવસ હોમ આઇસોલેશનમાં રાખવાનો હતો. પૂર્વ ઝોનમાં કોરોના પોઝિટિવ લોકોને હોમ આઇસોલેટેડ રાખવાની જવાબદારી હેલ્થ ઓફિસર ડો. શેફાલી પટેલને અધિકૃત કરાયાં છે. 24 ડિસેમ્બરે ડો. શેફાલી તેમના સ્ટાફ સાથે વિશ્વ રેસિડેન્સીમાં હિરલબેનના ઘરે ગયાં હતાં. ત્યારે ઘરે બાળકના દાદા એકલા હતા. આથી હેલ્થ ઓફિસરે તેમને 4 વર્ષના બાળક વિષે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે, પુત્રવધૂ હિરલ બાળકને લઈને પતિ પાસે ન્યૂ ઝીલેન્ડ જતી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ એરપોર્ટ પર ઊતરેલા 3 પેસેન્જરના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતાં સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમજ તેમના સેમ્પલ ઓમિક્રોનના જી-નોમ સિકવન્સ માટે મોકલાયા છે. આ 3 નવા દર્દી સાથે હાલમાં 1200 બેડ હોસ્પિટલમાં કુલ 7 દર્દી સારવાર હેઠળ છે. 5 દુબઇથી, એક રશિયા અને એક સાઉથ આફ્રિકાથી આવ્યા છે.