ખેડાના ઠાસરા ગામમાં વીજ કરંટથી ત્રણનાં મોત
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે કુવાની મોટર ચાલુ કરવા જતાં કરન્ટ લાગતાં એક જ કુટુંબના ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં છે.
"આગરવા ગામે ખેતરની ઓરડીમાં બે વર્ષની મીરા નામની બાળકીને કરન્ટ લાગ્યો હતો. તેને બચાવવા માટે મીરાનાં માતા ગીતાબહેન ત્યાં પહોંચ્યાં હતાં. દીકરીને બચાવવાનો પ્રયાસ કરતાં ગીતાબહેનને પણ કરન્ટ લાગ્યો. માતાની સાથે ઓરડીમાં પહોંચેલા પુત્ર દક્ષેશને પણ કરન્ટ લાગ્યો. ત્રણેયનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયાં."
ડાકોરના પોલીસ ઇન્સ્પેક્ટર કેવલ ભીમાણીએ બીબીસી સહયોગી નચિકેતા મહેતા સાથેની વાતચીતમાં જણાવ્યું, "ગીતાબહેનનાં સાસુને પણ ઇજા થઈ છે કારણકે તેઓ પણ તેમણે પણ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ સલામત છે. જેઓ મૃત્યુ પામ્યાં છે તેમના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવશે. આ ઘટના શા માટે બની છે તેની તપાસ માટે અમે નડિયાદથી એફએસએલની ટીમને બોલાવી છે. તેના રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી કરીશું."