ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃશ્ચિકા ભાવસાર|
Last Modified: સોમવાર, 3 ઑક્ટોબર 2022 (12:34 IST)

સ્કૂલમાં ગરબા સમયે વગાડી માતમની ધૂન! 4 શિક્ષકો સસ્પેંડ

નવરાત્રી દરમિયાન પરંપરાગત નૃત્ય ગરબાને લગતા સમાચાર સતત વાંચવા અને સાંભળવા મળે છે. ગરબાના સ્થળોએ બિન-હિન્દુઓના પ્રવેશ પર મારઝૂડ અને ગેરવર્તણૂકની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે ગુજરાતના ખેડા જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે ગરબા કાર્યક્રમમાં બાળકોને તાજિયા સંગીત (શોકની ધૂન) વગાડીને ડાન્સ કરાવવામાં આવ્યો હતો. મામલો ઉગ્ર બનતાની સાથે જ ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 
આ મામલો જિલ્લાના નડિયાદના હાથજ ગામમાં આવેલી પ્લે સેન્ટર સ્કૂલનો છે. જ્યાં 30 સપ્ટેમ્બરે શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે શિક્ષકો જાગૃતિબેન રવિકાંત સાગર, સાબેરાબેન સિકંદરભાઈ વ્હોરા, એકતાબેન દિનુભાઈ આકાશી અને સોનલબેન રમણભાઈ વાઘેલાએ ગરબા કાર્યક્રમમાં તાજિયા સંગીત વગાડ્યું હતું. જેના પર બાળકોને નાચવા મજબૂર કરવામાં આવ્યા હતા.
 
તેનો વિડીયો વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. એક હિન્દુ સંગઠનને આ મામલાની જાણ થઈ. જેમણે ખેડા જિલ્લાના નાયબ કલેકટરને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બીજી તરફ મામલો ધ્યાને આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આરોપી શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા છે.