થિયેટર ખૂલ્યા પણ કોરોનાની ગાઇડલાઇનનો આ નિયમ બન્યો વિલન, જાણો કેમ શો થઇ રહ્યા છે રદ
કોરોનાકાળમાં ધીમે ધીમે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારે ધીમે ધીમે છૂટ આપવાનું શરૂ કર્યું છે. તેના ભાગરૂપે સરકારે કોરોનાની ગાઇડલાઇન સાથે થિયેટર શરૂ કરવાની મંજૂરી આપી છે. ગાઇડલાઇન મુજબ થિયેટર માલિકોએ એક ખાલી રાખીને એક સીટ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સહજોડે આપનાર કપડ અને પરિવારના લોકો એકસાથે બેસીને ફિલ્મની મજા માણી શકતા નથી. જેના કારને થિયેટરો ખાલી છે. જેથી શો રદ કરવાની પરિસ્થિતિ સર્જાય છે.
થિયેટર માલિકોનું કહેવું છે કે મૂવી જોવા આવનાર લોકોની સંખ્યા પુરતી ન હોવાથી મેન્ટેનસ ખર્ચ નિકળી રહ્યો નથી. કોરોનાની ગાઇડલાઇનના કારણે કપલને પરિવારજનો સાથે બેસીને મૂવી જોઇ શકતા નથી. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને કારણે દિવાળી પછી પણ નવી ફિલ્મ રિલિઝ થવાની શક્યતા ઓછી છે. નવી ફિલ્મો રિલિઝ ન થવાથી લોકો થિયેટરમાં નથી આવી રહ્યાં, જેના કારણે મોટાભાગના થિએટર માલિકોએ હજુ પણ શો બંધ જ રાખ્યા છે.
લોકોને થિયેટર તરફ ખેંચી લાવવા માટે થિયેટર માલિકો વિવિધ પ્રકારની ઓફર અને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. મિનિમમ પ્રાઇઝમાં શો બુકિંગની સુવિધા આપવામાં આવી છે.
Inox મૂવીઝે પોતાની પ્રાઇવેટ સ્ક્રીનિંગ શરૂ કરી છે. કંપનીની માફક ઓફર શરૂ કરી દીધી છે કે હવે તમે પોતાના પ્રાઇવેટ થિયેટર બુક કરી શકો છો ફક્ત 2999 રૂપિયામાં તમે આખુ થિયેટર બુક કરીને પોતાના મિત્રો, પરિવાર સાથે ફિલ્મની મજા માણી શકો છો. આ ઓફરમાં ઓછામાં ઓછા બે લોકો હોવા જરૂરી છે. મેક્સિમમ સંખ્યા થિયેટરની પુરી ક્ષમતાની 50 ટકા હશે.