સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 26 એપ્રિલ 2021 (06:10 IST)

મુંબઈમાં ઓછી થઈ કોરોનાની ગતિ, સતત બીજા દિવસે 6 હજારથી ઓછા નવા કેસ

મુંબઈ કોરોનાની ગતિ અત્યારે ઓછી થવા લાગી છે. શનિવાર પછી બીજા દિવસે રવિવારે નવા કેસમાં ગિરાવટ જોવા મળી છે. સ્વાસ્થય વિભાગની તરફથી મળી જાણકારીના મુજબ મુંબઈમાં રવિવારે છેલ્લા 24 
કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 5542 નવા કેસ સામે આવ્યા છે તેમજ સંક્રમણથી 64 લોકોની મોત થઈ છે. 
 
પાંચ હજારથી વધારે નવા કેસની સાથે મુંબઈમાં એક્ટિવ કેસોની સંખ્યા 75740 પર આવી ગઈ. રાહતની વાત છે કે રવિવારે 8478 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. તેથી નવા કેસ કરતા ઠીક થનારની સંખ્યામાં 
 
વધારો જોવા મળ્યુ છે. મુંબઈમાં અત્યાર સુધી કુળ 5,37,711 લોકોએ કોરોનાને મ્હાત આપી ઠીક થઈ ગયા છે. તેમજ આ મહામારીથી અત્યાર સુધી શહેરમાં 12783 લોકોની મોત પણ થઈ છે .
 
જણાવીએ કે શનિવારે મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમનસ 5888 નવા કેસ સામે આવ્યા હતા. આજના કેસ કરતા 300થી વધારે કેસમાં ગિરાવટ જોવા મળી છે. મુંબઈમાં કોરોના વાયરસના નીચે પદતા કેસ પર 
શિવ સેનાના યુવા નેતા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે ટ્વીટ કર્યો છે. આદિત્યએ ટ્વીટ કરતા લખ્યુ સંખ્યા નીચે આવી છે પણ અમે વધારે સાવધ રહેવાની જરૂર છે. બધાને સુરક્ષિત રાખો. 
માસ્ક પહેરવું ઘરમાં રહેવું અને સુરક્ષિત રહેવું.