શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (10:51 IST)

દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના - નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મીઓ દાઝ્યા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા નજીક આવેલ જામનગર રોડ પરની નાયરા રિફાયનરીમાં આજે બપોરે મોટી દુર્ઘટના ઘટી હતી. એઆરસી પ્લાનમાં વેક્યુમ રેસીડ્યું ડામરની લાઈન ચોકઅપ થઇ જતા કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકોએ લાઈન રીપેર કરવાની કામગીરી શરુ કરી હતી. દમિયાન ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર અને ગરમ પાણીનો ધોધ વછુટ્યો હતો. આ દુર્ઘટનામાં 10 કર્મચારીઓ દાઝી જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં બે કર્મચારીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
 
જામનગર-ખંભાલીયા ધોરી માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલીયમ રિફાયનરીમાં આજે બપોરે ઘટેલ ઘટનાની વિગત મુજબ, રિફાયનરીના મીકેનીકલ ડીપાર્ટમેન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતા આજે લાઈન ખોલીને સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  ડામરની લાઈન સાથે સ્ટીમ વોટર લાઈન પર જોડાયેલ હોય છે. ડામરની લાઈન ખોલતા જ આ ઘટના ઘટી હતી. લાઈન ખોલતા જ ગરમ પાણી અને ડામર પ્રચંડ વેગથી ઉડતા સાઈટ પર કામ કરતા સાત મજુર જપટે ચડી ગયા હતા. જેને લઈને કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી
 
પાઈપલાઈનમાંથી પાણી ઉડતા દાઝી ગયેલા કર્મચારીઓની રાજકોટ અને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ 10 કર્મચારીઓ પૈકી 2 કર્મચારીઓની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો કંપનીમાં આ બનાવ કેવી રીતે બન્યો તેનું કારણ શોધવા તપાસ ચાલી રહી છે.