મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (17:19 IST)

સાણંદમાં રહેતા સાળાની પત્નીને નણદોઈ ભગાડી ગયો, પોતાની પત્ની યાદ આવતાં સાળાની પત્નીને બેભાન કરીને કેનાલમાં નાંખી દીધી

પારિવારિક સંબંધોમાં પણ પ્રેમ થયાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સાણંદમાં રહેતા સાળાની પત્ની સાથે સગા નણદોઈને પ્રેમ થયો હતો. બંને જણા એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. એક વખત નણદોઈ સગા સાળાની પત્નીને ભગાડી ગયો. આ દરમિયાન 6 મહિના સુધી બંને વચ્ચે સારા સંબંધો હતાં. પરંતુ સમયજતાં બંને વચ્ચે ઝગડા થવા માંડ્યા. ત્યારે નણદોઈને પોતાની પત્ની યાદ આવી. બંને મહિલાઓને નણંદોઈ અલગ અલગ ઘરમાં રાખી તેમની સાથે રહેવા લાગ્યો. એકવાર બંને જણાએ ભેગા થઈને સાળાની પત્નીને મારી નાંખવાનો પ્લાન ઘડ્યો. તેમણે સાળાની પત્નીને કેફી પીણું પીવડાવીને બેભાન કરી અને કેનાલમાં નાંખી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે.
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાણંદમાં રહેતા સાળાની પત્ની કોમલને તેના નણદોઈ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. નણદોઈ કોમલને ભગાડી ગયો હતો. આ દરમિયાન તેઓ 6 મહિના સુધી સાથે રહ્યાં હતાં. પરંતુ અચાનક તેમના જીવનમાં કંકાશ વધ્યો અને ઝગડા થવા માંડ્યા હતાં. એક વખત તેને પોતાની પત્ની યાદ આવી. તેણે પોતાની પત્ની પુનિતાને સમગ્ર બાબત જણાવી. આ ઝગડામાંથી બહાર નીકળવા નણદોઈએ બંને મહિલાઓને અલગ અલગ ઘરમાં રાખી અને તેમની સાથે રહેવા લાગ્યો હતો. પરંતુ કોમલના ઝગડા વધતાં તેનાથી છુટકારો મેળવવવા નણદોઈ અને તેની પત્નીએ પ્લાન ઘડ્યો. કોમલ તેનો પ્રેમી બે મહિલાઓ સાથે રહે તે બાબતે નારાજ હતી. એક દિવસ નણદોઈ હિતેન્દ્રએ કોમલની ચામાં ઊંઘની દવા નાંખી દીધી હતી. ચા પીવાથી કોમલ બેફાન થઈ ગઈ હતી. ત્યાર બાદ હિતેન્દ્ર અને તેની પત્નીએ કોમલને ગાડીમાં નાંખીને એક કેનાલ પાસે લઈ ગયાં અને કોમલને કેનાલમાં નાંખી દીધી હતી. આ દરમિયાન કોમલના મોઢા પર બેગોન સ્પ્રે છાંટીને તેના હાથ પગ દુપટ્ટાથી બાંધી દીધા હતાં. તેમણે કોમલને બેભાન હાલતમાં જ કેનાલમાં નાંખી દીધી હતી. કોમલની હત્યા 2020માં થઈ હતી. પોલીસને હત્યાના કેસની તપાસમાં કોમલની લાશ કેનાલમાંથી મળી હતી.  પોલીસ તપાસ દરમિયાન હિતેન્દ્ર અને પુનિતા પોલીસથી છુપાતા ફરતા હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આરોપીઓની બાતમી મળી હતી. બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.