શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (12:35 IST)

2 ઓકટોબરે ગાંધી આશ્રમે આવતા વડાપ્રધાન મોદી: 20 હજાર સરપંચોનું સંમેલન

આગામી 2 ઓક્ટોમ્બરે મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ પ્રસંગે નરેન્દ્ર મોદી ફરી થી. ગુજરાત ના મહેમાન બનશે. ત્યારે તેમની આ મુલાકાત દરમ્યાન તેઓ ગાંધી આશ્રમ ની વિશેષ મુલાકાત લેવાના છે. દેશના વડાપ્રધાન મોદી આગામી બીજી ઓક્ટોબરે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત કરશે તેમની આ મુલાકાતના પગલે તરત દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેમના પ્રોટોકોલ અને સુરક્ષાના મુદ્દે એસપીજીના ઉચ્ચ અધિકારીઓ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ વિભાગના પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી જેમાં તેમની સુરક્ષા ના મામલે સમીક્ષા કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગાંધી આશ્રમની મુલાકાત કરશે જન તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકારના વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ ગાંધીઆશ્રમમાં સંચાલકો સાથે પણ બેઠક કરી હતી તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નો ગાંધી આશ્રમની મુલાકાત નો કાર્યક્રમ 20 થી 25 મીનીટ સુધીનો આયોજીત કરવામાં આવ્યો છે. જ્યારે તેમની આ મુલાકાત સાંજે 6: 40 કલાક ની રહેશે. ત્યારે આ મુલાકાત માં તેઓ કોઈ સભા કે બેઠક કરવાના નહી હોવાનું જાણવા મળ્યું છે
તો બીજી તરફ રિવર ફ્રન્ટ ખાતે આયોજીત સરપંચ સંમેલન કાર્યક્રમ અંતર્ગત પણ રાજ્યના ચાર ઝોન માં અલગ અલગ રાજ્યોના 20 હજાર સરપંચો માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત , વડોદરા , અમદાવાદ અને મહેસાણા નો સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે આજ સાંજ સુધીમાં તમામ સરપંચો ગુજરાત માં તેમને ફળવાયેલ ઝોનમાં પહોંચી જશે. અને બે દિવસના મહેમાન બનશે. 
ઉપરાંત બે દિવસ દરમ્યાન મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા સ્મારક, ગામો , ગાંધી સ્મૃતિઓની મુલાકત, રાજ્યના નોડલ ગામ , તેમજ ગુજરાત ના ગરબાની મોજ કરશે. અત્રે નોંધનીય છે કે સરપંચ સંમેલનમાં ભાગ લઈ રહેલા તમામ સરપંચોની રાજ્ય સરકાર દ્વારા એક વિશેષતા આપવામાં આવશે જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ જેકેટ સહિત અન્ય વસ્તુઓ ટિકિટ આપવામાં આવશે આ કાર્યક્રમમાં ભારત સરકારના કેટલાક મંત્રીઓ રાજ્ય સરકાર નું પ્રધાનમંડળ સાંસદો ધારાસભ્યો ખાસ કાર્યક્રમ સ્થળે સરપંચોને પહોંચાડવા માટે 400 જેટલી બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે.