શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 એપ્રિલ 2022 (10:52 IST)

નરોડાનો જ્વેલર્સ હની ટ્રેપમાં ફસાયો, હું પ્રેગન્ટ છુ અને હવે પૈસા નહી આપે તો ખોટા કેસમાં ફસાવી દઇશ'

નરોડા-કઠવાડા રોડ પર જ્વેલર્સનો વ્યવસાય કરતા સોની પાસે એક સ્વરૃપવાન યુવતીએ એક દાગીનો ગીરવે મુક્યા બાદ સંબધ કેળવીને તબક્કાવાર નાણાં મેળવીને શારિરીક સંબધ બાંધ્યો હતો. બાદમાં ગર્ભવતી હોવાનું કહીને નાણાંની માંગણી કરીને ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.

બાદમાં મહિલાના સાગરિતોએ  વાંંધાજનક વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને છ લાખની માંગણી કરી હતી. જેથી છેવટે વેપારીએ ઘરે સમગ્ર બાબતે જાણ કરી હતી અને વેપારીને હની ટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત બે અજાણ્યા લોકો વિરૂદ્ધ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા અને તેના ્પ્રેમી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી  છે.નરોડા કઠવાડા રોડ પર રહેતા જયેશ ( નામ બદલેલ છે) કઠવાડા રોડ પર જ પોતાની જ્વેલર્સની શોપ ધરાવે છે.  આશરે ૧૧ મહિના પહેલા  તેની શોપ પર અજલી ત્રિવેદી (રહે. ગામીજ ગામ, તા. દહેગામ) નામની યુવતી આવી હતી. તેણે પોતાની ઓળખ દહેગામની લીટલ ચાઇલ્ડ સ્કૂલની શિક્ષીકા તરીકે આપી હતી. તેણે સોનાની બુટી ગીરવે મુકીેને જયેશ પાસેથી સાત હજાર લીધા હતા. બાદમાં એક મહિના બાદ તે ફરીથી આવી હતી અને કહ્યું હતું કે તેનો પગાર હાલ થયો નથી. જેથી થોડા નાણાંની જરૃર છે.જેથી બીજા સાત હજાર રૃપિયા આપો. જે હું તમને પગાર થતા આપી દઇશે. આ બાબતનો વિશ્વાસ કરીને જયેશે તેને સાત હજાર રૂપિયા આપ્યા હતા.ત્યારબાદ અંજલીએ જયેશ સાથે વોટ્સએપ અને ફોન કોલ્સથી સંપર્ક નિયમિત બનાવ્યો હતો. જેમાં મિત્રતા થયા બાદ તે અવારનવાર જયેશને મળવા માટે દુકાન પર આવતી હતી. થોડા દિવસ બાદ તેણે ૧૪ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. બાદમાં માણેક ચોક જમવા માટે લઇ ગયો ત્યારે આઠ હજાર ઉછીના લીધા હતા.જો કે ત્યારબાદ તેની નાણાંની માંગણી વધવા લાગી હતી. જેમાં એક વાર જયેશે તેના મિત્ર શૈલેષ પ્રજાપતિ પાસેથી ૨૮ હજાર રૂપિયા ઉછીના અપાવ્યા હતા.ત્યારબાદ પ્રેમસંબધ બાંધીને અંજલીએ હાથ ખર્ચા માટે જયેશ પાસેથી ૧.૨૦ લાખ રોકડા લીધા હતા. આ ઉપરાંત, પણ તે સતત નાની મોટી આર્થિક મદદ કરતો હતો. બાદમા ૧૬ માર્ચથી ૧૦ એપ્રિલ દરમિયાન અંજલી સાથે ગેસ્ટ હાઉસમાં ગયો હતો. જ્યાં તેની સાથે શારિરીક સંબધ બનાવ્યા હતા. આ દરમિયાન પણ તેણે ૬૦ હજાર રૃપિયા આપ્યા હતા.  ૧૦ એપ્રિલના રોજ અંજલી દુકાને પર આવી હતી અને તેણે જયેશને કહ્યું હતુ કે તે પ્રેગન્ટ છે.જેથી મને ૫૦ હજાર રૂપિયા આપ. આ જાણી ગભરાઇ ગયેલા જયેશે તેને રોકડા આપ્યા હતા. આ દરમિયાન અંજલી ધમકી આપી હતી તુ મારી સાથે લગ્ન નહી કરે તો તને ખોટા કેસમાં ફસાવી દઇશ.   જેથી સતત ટેન્શનમા ંરહેતો હતો. જો કે ૧૫મી એપ્રિલે કોઇ અજાણ્યા મોબાઇલ નંબર પરથી તેને વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં અંજલી સાથેને ગેસ્ટ હાઉસમાં પસાર કરેલી અંગત ક્ષણોના ફોટો ગ્રાફ્સ હતા. જેમાં મેસેજ હતો કે હું કહુ ત્યાં છ લાખ રૂપિયા લઇને આવી જજે નહીતર આ ફોટો તારા પત્ની અને અન્યને મોકલી આપીશ. બાદમાં ચાર દિવસ બાદ ફરીથી બીજો મેસેજ આવ્યો હતો. જેમાં ત્રણ લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી તે સતત ચિંતામાં રહેવા લાગ્યો હતો. જે અંગે તેની પત્નીએ કારણ પુછતા છેવટે તેણે સમગ્ર બાબતથી તેને વાકેફ કરી હતી અને બાદમાં ફરિયાદ અંજલી અને અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે  છટકુ ગોઠવીને અંજલી તેમજ તેના પ્રેમી સહેઝાદ અને અન્ય એક યુવકને ઝડપી લીધા હતા. ક્રિપ્ટો કરન્સીમાં 15 લાખનું નુકશાન થતા યુવતીએ તેના પ્રેમી સાથે મળીને હની ટ્રેપમાં જ્વેલર્સને ફસાવ્યો હતો.