શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 એપ્રિલ 2022 (10:41 IST)

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના ટોયલેટમાં બેસી સિગારેટ પીનાર યુવકની પોલીસે ધરપકડ કરી

flights
દિલ્લીથી અમદાવાદ ઇન્ડિગોની ફ્લાઇટમાં પેસેન્જરે પ્લેનના ટોઈલેટમાં બેસીને સિગારેટ પીધી હતી. સિગારેટની સ્મેલ આવતા જ અન્ય પેસેન્જરે ક્રુ મેમ્બરને જાણ કરી હતી. તેઓએ ફ્લાઈટમાં સવાર મુસાફરોની જિંદગી જોખમમાં મૂકાય તેવુ ક્રૃત્ય કરનાર પેસેન્જરના વિરુદ્ધમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પેસેન્જરની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ અગોરામોલ પાસે રહેતા અને અમદાવાદ એરપોર્ટ ઈન્ડિગો એરલાઈન્સમાં સિક્યુરિટી ઓફિસર તરીકે નોકરી કરતા પાર્થ મિસ્ત્રીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, બપોરના સમયે ડ્યુટી પર હાજર હતા ત્યારે ફ્લાઈટમાં ક્રુ તરીકે નોકરી કરતા એકતા કોર તથા મનસ્વી સીંધ અને કેબિન ક્રુ તરીકે શાલુ અને તાનીયા પેસેન્જરનો પ્લેન અંદર બેસાડી રહ્યા હતા.આ દરમિયાન અચાનક જ પ્લેનની અંદરથી સિગારેટની સ્મેલ આવવા લાગી હતી. જેથી ક્રુ મેમ્બરે પ્લેનની અંદર તપાસ કરી ત્યારે રવિ હેમજાની નામનો પેસેન્જર પ્લેનના ટોઈલેટમાં બેસીને સીગારેટ પી રહ્યો હતો. જેથી પ્લેનની અંદર મુસાફરી કરી રહેલા અન્ય પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા હતા. ક્રુ સ્ટાફે તેને પકડીને પાર્થ મિસ્ત્રીને ઘટનાની જાણ કરી હતી. એરપોર્ટ પોલીસે આ મામલે રવિ હેમજાનીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.