1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 21 એપ્રિલ 2021 (15:10 IST)

નાસિકના હોસ્પિટલમાં ઓક્સિજન ટૈક લીક, સપ્લાય રોકાતા 22 દર્દીઓએ તોડ્યો દમ

દેશમાં એકબાજુ ઓક્સીજનની ભારે કમી જોવા મળી રહી છે તો બીજી બાજુ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુર્ઘટના થઈ. બુધવારે અહી જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સીજન ટૈંક લીક થઈ ગઈ. જ્યારબાદ હડકંપ મચી ગયો. નાસિકના આ દર્દનાક દુર્ઘટનામાં 22 દર્દીઓના મોત થઈ ગયા. 
 
સ્થાનિક પ્રશાસનનુ કહેવુ છે કે લીકેજને કારણે ઓક્સીજનની સપ્લાય લગભગ અડધો કલાક સુધી ઠપ થઈ ગઈ હતી.જેને કારણે વેંટિલેટર પર રહેલા 22દરદીઓના મોત થઈ ગયા છે. જોકે દુર્ઘટના સમયે વેંટિલેટર પર કુલ 23 દરદી હતા. 

 
હવે વહીવટી તંત્ર દ્વારા લીકેજની તપાસ કરવામાં આવી રહી છે. જે સમયે આ ઘટના થઈ, ત્યારે હોસ્પિટલમાં 171 દરદી હતા ઓક્સીજન લીક થવઆની ઘટના પછી હોસ્પિટલમાં દર્દીઓ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. પરિસ્થિતિને લઈને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેનુ કહેવુ છે કે હવે લીકેજને કંટ્રોલ કરવામાં આવે છે 
 
નાસિકમાં કોરોનાના હાલ 
કુલ કેસની સંખ્યા - 2.56, 586 
એક્ટિવ કેસની સંખ્યા - 44,279 
અત્યાર સુધી થયેલ મોત - 2671