મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જુલાઈ 2022 (13:13 IST)

જામનગરમાં વિભાજી સ્કૂલ પાસે પત્નીએ પતિનો કોલર પકડીને કહ્યું ‘ચાલ, સાથે ડૂબી મરીએ

Near Vibhaji School in Jamnagar
જામનગર શહેરના વિભાજી સ્કૂલ પાસે પતિ-પત્ની જાહેરમાં બાખડી પડતા તેનો વીડિયો વાયરલ થતા પત્નીએ જાહેરમાં રણચંડી બનીને પતિને બેફામ વાણી વિલાસ કરીને લપ કરતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

બનાવ અંગે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી ગઈ હતી અને બંને પતિ-પત્નીને સમજાવીને ત્યાંથી રવાના કર્યા હતા. આ ઘટનાએ લોકોને જોણું બનાવી દીધુ હતું.જામનગર શહેરના વિભાજી સ્કૂલ અપના બજાર પાસે સાંજના ભાગે પતિ-પત્ની વચ્ચેનો મારામારીનો એક વીડિયો કેન્દ્ર બન્યો છે. 

જેમાં દંપતિ વચ્ચે કોઈ કારણોસર ફોન પર ઉગ્ર બોલાચાલી થયા બાદ પતિ વિભાજી સ્કૂલ પાસે હોય વિફરેલી પત્ની અચાનક ત્યાં આવી પહોંચી અને કાઠલો પકડીને તું બીજીને રાખીને બેઠો છો, તારી બહેન દવા પી ગઈ તેમાં મારો શું વાંક, તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, કચ કચ કરી મારી જિંદગી બગાડી નાખી છે, હું મરીશ તો તને પણ સાથે લઈ જઈશ ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ કહીને પતિને ખેંચવા લાગી હતી.સમગ્ર બનાવ અંગે પતિએ મૌન રહેવું જ વ્યાજબી સમજ્યું હતું. આ ઘટનાના પગલે ત્યાંથી પસાર થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને બંનેને સમજાવીને ત્યાંથી રવાના કર્યા હતા. આ ઘટનાની બઘડાટીનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે