મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (09:03 IST)

ક્યારેય નહી જોઇ હોય આવી હીરા જડીત છત્રી, આજે સુરતમાં એક્ઝિબિશનમાં થશે પ્રદર્શિત, લાખોમાં છે કિંમત

હીરા અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ઉંચાઇ પર લઇ જવા માટે સુરતમાં પહેલીવાર લેબગ્રોન અને રિયલ ડાયમંડથી બનેલી જ્વેલરીના બીટૂબી એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરસાણાના કન્વેંશન સેન્ટરમાં 27,28 અને 29 નવેમ્બરના રોજ એક્ઝિબિશન ચાલશે. તેમાં 200થી વધુ મેન્યુફેક્ચર્સ અને 8 હજારથી વધુ એક્ઝિબિટર્સ આવવાની આશા છે. 
 
એક્ઝિબિશનમાં હોંગકોંગ લંડન જેવા દેશોમાંથી પણ ખરીદદાર આવશે. લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડ જ્વેલરીની પ્રદર્શની એક જ જગ્યાએ થશે. એક્ઝિબિશનનું ઉદઘાટન કાપડ અને રેલવે મંત્રી દર્શનાબેન જરદોષ કરશે. સરસાણા કન્વેંશન સેન્ટરમાં એક્ઝિબિશની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમાં ડાયમંડથી બનેલી છત્ર મુખ્ય કેન્દ્ર હશે. 
 
એક્ઝિબિશનમાં 12 હજાર ડાયમંડથી બનેલી છત્રેને પ્રદર્શિત કરવામાં આવશે. તેની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ છે. તેને અસલી હીરામાંથી તૈયાર કરવામાં આવી છે. એક્ઝિબિશનમાં 7 સ્ટોલ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના હશે. 
 
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર એસોસિએશનના અધ્યક્ષ જયંતિ સાવલિયાએ જણાવ્યું કે શહેરમાં 450 થી વધુ મેન્યુફેક્ચર્સ છે. સુરતમાં ગત 6 મહિનામાં 70થી વધુ એકમો શરૂ થઇ ગયા છે.