રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (08:57 IST)

ભાયાવદર પાસે મોડી રાત્રે ગમ્ખ્વાર અકસ્માત, એકનું મોત

રાજ્યમાં સતત રોડ અકસ્માતોની ઘટનામાં વધારો થતો જાય છે. પહોળા અને મોટા રસ્તાઓ હોવાથી લોકો બેફામ વાહનો હંકારવા લાગ્યા છે. ત્યારે મોડી રાત્રે વધુ એક અકસ્માત ઉપલેટના ભાયાવદર પાસે સર્જાયો હતો. જેમાં કાર રોડની બાજુમાં ઉતરી જતાં કાર ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું અને જ્યારે ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ભાયાવદર રોડ પર આવેલા રેલવે ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના દીપભાઇ જીવાણીનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય લોકો સાગર જીવાણી, રમેશ જીવાણી તથા આશિષ જીવાણીને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ સુપેડી ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. પરંતુ લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે  મૃતકને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. હાલ અકસ્માતનું કારણ જાણવા મળ્યુ નથી. પરંતુ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.