ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (12:29 IST)

New Scrap Policy- નવી સ્ક્રેપ પોલીસી અમલી બનતાં જ રાજ્ય સરકારના 15 વર્ષ જુના 13 હજાર વાહનો ભંગાર થશે

રાજ્યમાં 15 વર્ષ જુના હોય તેવા વાહનોની સંખ્યા 34 લાખની હોવાનું આરટીઓએ તૈયાર કરેલા ડેટા પરથી જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારે જુના વાહનોને સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી તે પછી કાઢવામાં આવેલા ડેટાને આધારે આ વિગતો આપવામાં આવી છે. આ તમામ વાહનોને સ્ક્રેપમાં નાખી દેવાની ફરજ પડશે. રાજ્ય સરકારના પણ અંદાજે 13 હજાર વાહનો 15 વર્ષથી જુના હોવાથી તેને ભંગારમાં કાઢી નાંખવાની નોબત આવશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાતની આરટીઓએ ડેટા એકત્ર કરવાની કામગીરી કરી હતી. જેના આંકડા અનુસાર 21 લાખ થ્રી વ્હિલર અને ફોર વ્હિલર સ્ક્રેપમાં નાંખી દેવાને પાત્ર છે. તો ટ્રક, ટ્રેઈલર, મળીને ગુજરાતમાં ભંગારમાં નાંખી દેવા પડે તેવા અંદાજે 35 લાખ વાહનો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. એક ઓક્ટોબર 2021થી આ નવી સ્ક્રેપ પોલિસીનો અમલ કરવાની જાહેરાત કરાઈ છે. તેમાં 15 વર્ષથી જુના કોમર્શિયલ વ્હિકલ અને 20 વર્ષથી જુના પેસેંજર વ્હિકલને સ્ક્રેપ કરી દેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થનારા વાહનોને પણ સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવશે.પહેલી ઓક્ટોબર 2021થી આ પોલીસીનો અમલ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ચાર દિવસ પહેલા જ જાહેરાત કરી છે. તેમાં 15 વર્ષથી જૂના કોમર્શિયલ વેહિકલ અને 20 વર્ષથી જૂના પેસેન્જર વેહિકલને સ્ક્રેપ કરી દેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તદુપરાંત ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થનારા વાહનોને પણ સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવશે.કેન્દ્ર સરકારની આ જાહેરાતને પરિણામે જ ગુજરાતની આરટીઓ કચેરીએ આ ડેટા એકત્રિત કરવાની કામગીરી ચાલુ કરી હતી. તેમની પાસેથી મળતા આંકડાઓ મુજબ 21 લાખ થ્રી વ્હિલર અને ફોર વ્હિલર સ્ક્રેપમાં નાખી દેવાને પાત્ર છે. તદુપરાંત ટ્રક, ટ્રેઈલર મળીને ગુજરાતમાં ભંગારમાં નાખી દેવા પડે તેવા અંદાજે 35 લાખ વાહનો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.