રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 જુલાઈ 2020 (13:07 IST)

ઓનલાઇન વેચાતી વસ્તુ અંગે નીતિ ઘડવા ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓનલાઇન વેચાતી વસ્તુ અંગે નીતિ ઘડવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ઓનલાઇન વેચાતી વસ્તુઓ સ્વદેશી છે કે વિદેશી તે અંગે વિશિષ્ટ કોડ કે કલર રાખવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે, ઓનલાઇન વેચાતી ચીજવસ્તુ સ્વદેશી છે કે વિદેશી તેની ઓળખ માટે સરકારે વિશિષ્ટ કલર અને કોડ રાખવો જોઇએ. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને 3 સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ઓનલાઇન વેચાતી વસ્તુઓ સ્વદેશી છે કે વિદેશી તે અંગે સરકારે કંપનીઓ માટે કેટલાક નિયમો બનાવવા જરૂરી છે, દેશમાં બનતી વસ્તુઓ માટે કેસરી રંગ, કંપની ભારતની હોય પરતું વિદેશમાં બનતી હોય તો તેના માટે બ્લયુ રંગ, અને વસ્તુ વિદેશી કંપની હોય તેના માટે રેડ કલર જેવા ફેરફાર કરવાની જરૂર છે જેથી કરીને ઓનલાઇન વસ્તુ ખરીદતા લોકો આ કલર કોડને કારણે સ્વદેશી કંપનીને અલગ તારવી શકે.  દેશના દરેક નાગરિકને તે ખરીદતો હોય તે ચીજ વસ્તુ કયા દેશની છે? તે જાણવાનો અધિકાર છે. ઓનલાઇન વસ્તુ ખરીદનાર કેટલોક વર્ગ સ્વદેશી વસ્તુ વાપરવા ઇચ્છતો હોવા છતા કંપની અંગે જાણકારી મેળવી શકતો નથી. ભારત દેશમાં ઓનલાઇન વસ્તુ વેચાણ માટે આવા કોઇ નિયમો નથી. સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન માટે આવા નિયમો બનાવવા દાદ માગવામાં આવી છે.